fbpx
બોલિવૂડ

ડાન્સ પરફોર્મન્સ કરતી વખતે સલમાન ખાન થાકેલો જણાતા ફેન્સને થઇ ચિંતાપરફોર્મન્સનો વીડિયો વાઈરલ થતાં ચાહકોને સલમાનના આરોગ્યની ચિંતા જાગી

દિલ્હી ખાતે યોજાયેલી એક બર્થ ડે પાર્ટીમાં સલમાન ખાને ડાન્સ પરફોર્મન્સ આપ્યુ હતું. આ પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચાહકોને સલમાનના આરોગ્યની ચિંતા થઈ હતી. વીડિયોમાં સલમાન ખાનના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. કેટલાકને તો સલમાન ખાન બીમાર હોય તેવું લાગ્યુ હતું અને તેમને આરોગ્યની કાળજી લેવા સલાહ આપી હતી. સલમાન ખાને બર્થ ડે પાર્ટીમાં દબંગ ફિલ્મના ગીત હમકા પીની પર ડાન્સ કર્યો હતો. એક્સ (ટિ્‌વટર) પર વીડિયો શેર થયો હતો. આ વીડિયોને જાેયા બાદ સોશિયલ મીડિયા પર ચિંતા ફેલાઈ હતી.

સલમાન ખાને જાણીતા ઉદ્યોગપતિના ઘરે બર્થ ડે પાર્ટીમાં પરફોર્મ કર્યું હોવાની માહિતી કેટલાકે આ હતી. ટિ્‌વટર યુઝર્સે જણાવ્યુ હતું કે, સલમાન ખાનની ઉંમર દેખાઈ રહી છે કે તેઓ થાકેલા અને બીમાર છે? આ અંગે કંઈ કહેવું અ ઘરું છે, પણ તેમને કોઈ સમસ્યા છે. આ માહિતીમાં વધારે ઉમેરો કરતાં એક યુઝરે જણાવ્યુ હતું કે, ફિટનેસ આઈકોન ગણાતા સલમાને મહિનાઓથી જીમ બંધ કર્યું છે. જાે કે તેમને ફરી ડાન્સ કરતાં જાેઈને ખુશી થઈ. આ ઉંમરે પણ સલમાનની ફિટનેસ ઘણી સારી છે. જાે કે તેમણે તબિયત સાચવવાની જરૂર છે. સલમાન ખાનની ફિટનેસ અંગે ચાહકોમાં ફેલાઈ રહેલી ચિંતાની વચ્ચે સલમાન ખાન આગામી ફિલ્મના પ્રમોશનમાં રોકાયેલા છે. આ દિવાળી પર કેટરિના કૈફ સાથેની ફિલ્મ ટાઈગર ૩ આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/