fbpx
બોલિવૂડ

જાન્હવી કપૂર નવી પેઢીની ઝીનત અમાન બની, ફોટોઝ વાયુવેગે વાઈરલ

વીતેલા સમયનાં બોલ્ડ અને ગ્લેમરસ એક્ટ્રેસ ઝીનત અમાનનો લૂક જાન્હવી કપૂર માટે ઈન્સ્પિરેશન બન્યો હતો. ઝીનતની જેમ સફેદ ડ્રેસ અને ફરના સ્ટોલ સાથે જાન્હવીએ વીડિયો શેર કર્યો હતો. જાન્હવીએ પોતાને જનરેશન ઝેડની ઝીનત અમાન ગણવાનું કહ્યું હતું. આ સાથે જાન્હવીએ ઝીનત અમાનના પોપ્યુલર સોન્ગ ‘લૈલા મૈં લૈલા’ ગાઈને મિરસ સેલ્ફી ક્લિક કરી હતી. જાન્હવીની આ પોસ્ટ બાદ જેકી શ્રોફે પોસ્ટ લખી હતી, જેમાં ઝીનત અમાનને કમબેક કરવા કહ્યું હતું અને કઈ રીતે આવું થઈ શકે તે બાળકોને બતાવવા કહ્યું હતું.

ઝીનત અમાને જાન્હવીની પોસ્ટ પર જણાવ્યું હતું કે, પોતાના સૌથી વધુ માનીતા અને યાદગાર આઉટફિટ્‌સને ખૂબ સારી રીતે રીક્રીએટ કર્યા છે. જાન્હવી અને ઝીનતની આ કોમેન્ટ બાદ તેઓ સાથે કામ કરી રહ્યા હોવાની અટકળો શરૂ થઈ છે. કોઈ જાહેરખબરમાં જાન્હવી અને ઝીનત સાથે જાેવા મળે તેવી શક્યતા છે. જાન્હવીએ તાજેતરમાં આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસીસ માહીનું શૂટિંગ પુરું કર્યું છે.

જાન્હવીએ આ ફિલ્મમાં ક્રિકેટરનો રોલ કર્યો છે. તેની સાથે રાજકુમાર રાવ પણ લીડ રોલમાં છે. જાન્હવીની અન્ય ફિલ્મ ઉલઝનું શૂટિંગ પણ પૂરું થયું છે. હાલ તે જુનિયર એનટીઆર સાથેની ફિલ્મ દેવરાનું શૂટિંગ કરી રહી છે. ઝીનત અમાને પાછલા કેટલાક સમયથી ફિલ્મોમાં કમબેકના પ્રયાસ શરૂ કર્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફોટોગ્રાફ્સ શેર કરતા રહે છે. ઝીનતના આ પ્રયાસોએ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળતા મેળવી છે, પરંતુ હજુ તેમને કોઈ ફિલ્મ ઓફર થઈ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/