fbpx
બોલિવૂડ

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ તેમના પિતાની પુણ્યતિથિ પર ૨ ગામો દત્તક લીધા

૪૦ ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવશે

ટોલીવુડના પ્રિન્સ કહેવાતા અભિનેતા મહેશ બાબુ તેમના અભિનય અને ઉમદા કાર્યો માટે જાણીતા છે. તે ઘણીવાર ગરીબોની મદદ કરતા જાેવા મળે છે, તેથી તેને દિલથી અમીર પણ કહેવામાં આવે છે. ૨ દિવસ પહેલં તેમના સુપરસ્ટાર પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીની પુણ્યતિથિ હતી. ૧૫ નવેમ્બર ૨૦૨૨ ના રોજ તેમનું અવસાન થયું. આવી સ્થિતિમાં તેમના પિતાની પુણ્યતિથિ પર સાઉથ સ્ટારે તેમની યાદમાં સ્મારક સેવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મહેશ બાબુએ ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. તેણે પોતાના પિતાની યાદમાં આ ર્નિણય લીધો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, મહેશ બાબુ અને તેની પત્ની નમ્રતા શિરોડકરે વર્ષ ૨૦૨૦માં મહેશ બાબુ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિ પર મહેશ બાબુ ફાઉન્ડેશને સુપરસ્ટાર ક્રિષ્ના શૈક્ષણિક ફંડની સ્થાપના કરી. આ શૈક્ષણિક ફંડ અંતર્ગત આર્થિક રીતે નબળા અને ખાસ કરીને હૃદયરોગથી પીડાતા બાળકોને મદદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. તેનો ખર્ચ મહેશ બાબુ ફાઉન્ડેશન હેઠળ ઉઠાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહેશ અને નમ્રતાનો દીકરો ગૌતમ જન્મથી જ હૃદયની બિમારી સાથે થયો હતો.

તે ૪૦ બાળકોને શાળાથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના શિક્ષણમાં મદદ કરવાની વાત થઈ છે. મહેશ બાબુ ફિલ્મો, અભિનય અને અન્ય વ્યવસાયોમાંથી તેમની વાર્ષિક આવકના ૩૦ ટકા જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપે છે. આટલું જ નહીં, અભિનેતા લોકોની મદદ કરવામાં ક્યારેય પાછળ રહેતો નથી. વર્ષ ૨૦૧૪માં, તેમણે હુદહુદ ચક્રવાતથી તબાહ થયેલા વિસ્તારના લોકો માટે મદદનો હાથ પણ લંબાવ્યો હતો. તેણે આંધ્ર પ્રદેશ રાહત ફંડમાં ૨૫ લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તેના માતા-પિતાએ પણ ૨૫ લાખ રૂપિયા અલગથી દાનમાં આપ્યા હતા. મહેશ બાબુના સારા કાર્યોની ગણતરી કરવી સરળ નથી. તે એનજીઓ ચલાવે છે. અભિનેતા રેઈન્બો ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સાથે સહયોગી છે અને હૃદયની બીમારીથી પીડિત ગરીબ બાળકોને મફત સારવાર પણ આપે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેણે હાર્ટ સર્જરી કરાવીને ૧૦૦૦ થી વધુ બાળકોના જીવ બચાવ્યા છે. એટલું જ નહીં મહેશ બાબુએ બે ગામોને દત્તક પણ લીધા છે. એકે વર્ષ ૨૦૧૫માં પોતાના પિતા કૃષ્ણા બાબુના ગામ બુરીપાલેમને દત્તક લેવાની જાહેરાત કરી હતી, જાે કે બાદમાં સમાચાર એવા પણ આવ્યા કે બુરીપાલેમની સાથે તેણે સિદ્દાપુર નામનું બીજું ગામ દત્તક લીધું હતું. તે ગામોના રસ્તા, શાળા, હોસ્પિટલ, પીવાનું પાણી વગેરે જેવી સુવિધાઓની સંપૂર્ણ જવાબદારી મહેશ બાબુ પોતાના ખર્ચે ઉપાડે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/