fbpx
બોલિવૂડ

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ વિષે જાણો રસપ્રદ વાતો..એક સમયે પ્રેમ સંબંધને કારણે ખુબ જ ચર્ચામાં હતો જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ બોલિવૂડના સૌથી હેન્ડસમ અને ફિટ એક્ટર્સમાંથી એક છે. ૫૦ વર્ષનો જ્હોન પોતાની ફિટનેસને લઈને આજે પણ ચર્ચામાં રહે છે. બોલિવુડમાં પોતાની દમદાર એક્ટિંગથી જ્હોન અબ્રાહમ અનેક હિટ ફિલ્મો આપી છે. જાે કે, બોલિવૂડનો આ ડેરડેવિલ સ્ટાર તેની પર્સનલ લાઈફને કારણે પણ હેડલાઈન્સમાં રહ્યો છે. આજે ભલે જ્હોન પોતાના અંગત જીવનને ખૂબ જ ખાનગી રાખવામાં માને છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે જ્હોન તેના પ્રેમ સંબંધને કારણે ખુબ જ ચર્ચામાં રહ્યો હતો.

બધા જાણે છે કે પ્રિયા રુંચલ સાથે લગ્ન કરતા પહેલા જ્હોન લાંબા સમયથી બંગાળી બ્યુટી બિપાશા બાસુના પ્રેમમાં હતો. પરંતુ શું તમે જાણો છો કે બિપાશા પહેલા પણ જ્હોન બોલિવૂડની અન્ય એક બંગાળી સુંદરીના પ્રેમમાં પડી ગયો હતો. જ્હોન અબ્રાહમની લવ સ્ટોરી જણાવીએ. જેમાં બોલીવુડ અભિનેત્રી રિયા સેન, અભિનેત્રી બિપાસા બાસુ, અભિનેત્રી વિદ્યા બાલન અને પ્રિયા રૂંચલના નામ સામેલ છે. જેમાં રિયા સેન વિષે જણાવીએ ઃ અભિનેત્રી રિયા જાેન અબ્રાહમનું દિલ લઇ લીધું હતું. બોલીવુડ અભિનેત્રી રિયા સેન મુનમુન સેનની પુત્રી છે, જે પહેલીવાર જ્હોન અબ્રાહમના જીવનમાં આવી હતી.

આ તે દિવસોની વાત છે જ્યારે જ્હોન મોડલિંગની દુનિયામાં ફેમસ સ્ટાર હતા, જ્યારે રિયાએ ફિલ્મ સ્ટાઈલથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બંનેની મુલાકાત કેટલાક મોડલિંગ અસાઇનમેન્ટ દરમિયાન થઈ હતી અને ડેટિંગ શરૂ કરી હતી. કહેવાય છે કે તે સમયે જ્હોન રિયાને લઈને એટલો ગંભીર હતો કે તે તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર હતો. પરંતુ તે પછી રિયાએ તેના બોલિવૂડ કરિયર માટે જ્હોનના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.. રિયા સેન બાદ બિપાસા બાસુ વિષે જણાવીએ ઃ જ્હોનના જીવનમાં બીજી વખત બંગાળી છોકરી તેને પ્રેમ આવી. જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ તેમની ડેબ્યૂ ફિલ્મ ‘જિસ્મ’ના શૂટિંગ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

બંનેનો પ્રેમ ઝડપથી વધ્યો. વાસ્તવમાં બંને એકબીજા પ્રત્યે એટલી હદે ગંભીર હતા કે તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. જ્હોન અને બિપાશા ૯ વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા. પછી એક દિવસ સમાચાર આવ્યા કે બિપાશા જ્હોનનું ઘર છોડી દીધુ છે જે બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું, પરંતુ આ સંબંધ તૂટવાનું સાચું કારણ શું હતું તે અંગે બંનેમાંથી કોઈએ પોતાનું મૌન તોડ્યું નથી. બિપાસા બાસુ બાદ વિદ્યા બાલન વિષે પણ જણાવીએ ઃ બિપાશા અને જ્હોનના દિલ તોડવાનું કારણ ભલે પ્રિયા રૂંચલ બની, પણ પ્રિયા પહેલા બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન પણ જ્હોનના દિલમાં વસી ચૂકી છે. જ્હોન અને વિદ્યાની નિકટતા સલામ-એ-ઈશ્ક ફિલ્મના શૂટિંગ દરમિયાન ચર્ચામાં રહી હતી.

જાેકે, આ પ્રેમસંબંધનો ટૂંક સમયમાં અંત આવ્યો. વિદ્યા બાલન બાદ હવે પ્રિયા રૂંચલ વિષે પણ આપને જણાવીએ ઃ પ્રિયા રુંચલ હાલ બીજુ કોઈ નહીં પણ જ્હોનની પત્ની છે તેમના લગ્ન ૨૦૧૪માં થયા હોવા છતાં તેઓ પહેલીવાર ૨૦૧૦માં મુંબઈમાં મળ્યા હતા. તે સમયે જ્હોન બિપાશા બાસુ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો. એવું કહેવાય છે કે પ્રિયા રૂંચલ પણ બાંદ્રાના એ જ જીમમાં આવતી હતી જ્યાં બિપાશા અને જ્હોન વર્કઆઉટ માટે જતા હતા. જ્હોન આ જિમમાં પ્રિયાને મળ્યો હતો. ધીમે ધીમે તેમની ઓળખાણ મિત્રતામાં અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગયો. જ્યારે બિપાશાને જ્હોનના વિશ્વાસઘાતની ખબર પડી ત્યારે ૨૦૧૧માં બિપાશાએ જ્હોન સાથેનો ૯ વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો હતો. વર્ષ ૨૦૧૪માં નવા વર્ષના અવસર પર જ્હોને પ્રિયા સાથેના લગ્નની જાહેરાત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/