fbpx
બોલિવૂડ

યુપીએસી સિવિલ સેવા ૨૦૨૩નું પરિણામ આવતા અભિનેતા ઈન્સપેક્ટર અભિજીત છવાઇ ગયા

સોશિયલ મીડિયાથી, ગુગુલ સર્ચમાં ઈન્સપેક્ટર અભિજીત સર્ચ કરી લોકોએ શુભકામના પાઠવી યુપીએસી સિવિલ સેવા ૨૦૨૩નું પરિણામ આવી ચુક્યું છે. આ વખતે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સારા એવા રેન્ક સાથે પરીક્ષા પાસ કરી છે. આ વખતે લખનૌના આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે. તેનું નામ ટોપ લિસ્ટમાં આવ્યું તો લોકો તેને સર્ચ કરવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર તેને શુભકામના પણ પાઠવવા લાગ્યા હતા. ગુગલ પર માત્ર આદિત્ય શ્રીવાસ્તવને સર્ચ કરવા લાગ્યા તો ગુગલ પર સીઆઈડી ટીવી શોના ઈન્સપેક્ટર અભિજીત છવાઇ ગયો છે.

સોશિયલ મીડિયાથી લઈ ગુગુલ સર્ચમાં આદિત્ય શ્રીવાસ્તવના સ્થાને ઈન્સપેક્ટર અભિજીતને જલવો જાેવા મળી રહ્યો છે. આની પાછળ એક રસપ્રદ કારણ પણ છે. સીઆઈડી ટીવી શોના ઈન્સપેક્ટર અભિજીતનું રિયલ લાઈફમાં નામ આદિત્ય શ્રીવાસ્તવ છે. તે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ચર્ચિત અભિનેતાછે. આદિત્ય શ્રીવાસ્તવને સર્ચ કરતા સૌથી પહેલા તેનું નામ વીકિપીડિયા પર જાેવા મળી રહ્યો છે અને તેની સાથે જાેડાયેલી કેટલીક લીંક પણ જાેવા મળે છે.

જ્યારે યુપીએસસી ટોપર આદિત્ય શ્રીવાસ્તવનું નામ સર્ચ કરવામાં આવ્યું તો પહેલા સીઆઈડીનો અભિનેતા જાેવા મળી રહ્યો છે.કેટલાક લોકો તો એવું પણ માની રહ્યા છે કે, અભિનેતા યુપીએસસીનો ટોપર છે. પહેલા તો લોકો તેમને શુભકામના પાઠવવા લાગ્યા પરંતુ બાદમાં સોશિયલ મીડિયા પર મીમ્સ પણ વાયરલ થયા હતા. એક વ્યક્તિએ કહ્યું સીઆઈડી ઈન્સપેક્ટરનો આઈએએસના પદ પર પ્રમોશન થયું છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા શ્રીવાસ્તવ હાલના દિવસોમાં ટીવી પર નહિ પરંતુ મોટા પડદાં પર મરાઠી ફિલ્મો અને વેબ સિરીઝમાં જાેવા મળી રહ્યો છે. તેની એક્ટિંગનો સિક્કો બોલિવુડમાં પણ ચાલ્યો છે. અભિનેતાની શાનદાર ફેન ફોલોઈંગ પણ છે અને આજ કારણ તે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/