fbpx
રાષ્ટ્રીય

દેશભરમાં ભારે પવન સાથે છૂટાછવાયો વરસાદની આગાહી

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમુદ્ર સપાટીથી લગભગ ૫.૮ કિમી ઉપર મધ્ય-ઉષ્ણકટિબંધીય પવનોમાં એક ટ્રફ બનાવે છે અને તેની ધરી હવે લગભગ ૭૦°ઈ રેખાંશ સાથે ૩૨°દ્ગ અક્ષાંશની ઉત્તર તરફ આગળ વધી રહી છે. મધ્ય મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.મધ્ય મહારાષ્ટ્ર પર ચક્રવાતી પરિભ્રમણથી કેરળના આંતરિક કર્ણાટક સુધી એક ટ્રફ વિસ્તરી રહ્યુ છે.

૧૮મી એપ્રિલથી પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. આગામી ૨૪ કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. પશ્ચિમ હિમાલય પર છૂટાછવાયા હળવા વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ત્યાર બાદ પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ ૧૮ અને ૨૧ એપ્રિલની વચ્ચે પશ્ચિમ હિમાલય પર આછોથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા, વીજળી અને તેજ પવન (૩૦-૪૦ કિમી પ્રતિ કલાક) સાથે હિમવર્ષા શક્ય છે. ૧૯ એપ્રિલે પશ્ચિમ હિમાલયમાં છૂટાછવાયા ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ૧૮ અને ૨૧ એપ્રિલ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ, વીજળી અને ભારે પવન (૩૦-૪૦ કિમી પ્રતિ કલાક) ની શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/