fbpx
બોલિવૂડ

હાર્દિકથી છુટાછેડા બાદ નતાશાની કરી રહી છે મૂવ ઓન તસ્વીર સામે આવી

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની મોડલ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડાના સમાચાર આપીને ચાહકોના ચોંકાવી દીધા છે. આ પછી સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપતા જાેવા મળી રહ્યા છે. આ દરમિયાન, છૂટાછેડાની જાહેરાત પછી, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડિઓ અને એક ફોટો શેર કર્યો છે. શેર કરેલા વીડિયોમાં તે મૂવઓન કરતી જાેવા મળી રહી છે. તે માટે તે જીમમાં તો પુત્ર અગસ્ત્ય પાંડે સાથે ટાઈમ સ્પેન્ટ કરતી જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં નતાશા તેના હોમટાઉન સર્બિયામાં છે. જ્યાં તે સોશિયલ મીડિયા પર ઝલક બતાવતી જાેવા મળે છે. નતાશાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો પુત્ર અગસ્ત્ય પંડ્યા બોલ સાથે રમતા જાેવા મળી રહ્યો છે. જ્યારે બીજા ફોટોમાં તે પોતાના હાથમાં તરબૂચ પકડેલી જાેવા મળી રહી છે. જાેકે, ઈન્સ્ટાગ્રામની બંને સ્ટોરીમાં તેનો ચહેરો દેખાતો નથી.

આ સિવાય અભિનેત્રીએ પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે જીમમાં મિરર સેલ્ફી લેતી જાેવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા અને નતાશાએ કોમેન્ટ સેક્શનને બંધ કરીને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, ‘ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને હાર્દિકે અલગ થવાનો ર્નિણય કર્યો છે. અમે સાથે રહેવાનો ખૂબ પ્રયાસ કર્યો અને અમારું બધું આપ્યું, પરંતુ અમને લાગે છે કે અમારું અલગ થવું યોગ્ય ર્નિણય છે. આ ખૂબ જ મુશ્કેલ ર્નિણય હતો. તેમજ તેમાં લખ્યું હતુ અમે સાથે સારો સમય પસાર કર્યો છે. અમે એકબીજાને માન આપીએ છીએ અને એક પરિવાર તરીકે સાથે રહીએ છીએ. આપણા જીવનમાં અગસ્ત્ય છે જે આપણા જીવનનું કેન્દ્ર રહેશે. અમે તેની ખુશી માટે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આ સમય દરમિયાન તમારો સાથ ઈચ્છીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તમે આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમારી ગોપનીયતાનું સન્માન કરો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/