fbpx
બોલિવૂડ

‘પંડ્યા સ્ટોર’થી ફેમસ થયેલા એક્ટર મોહિત પરમારે એક કાસ્ટિંગ કાઉચ વિશે મોટો ખુલાસો કર્યો

કાસ્ટિંગ કાઉચ એ મનોરંજન ઉદ્યોગનું એક એવું કાળું સત્ય છે જેનો સામનો ઘણી અભિનેત્રીઓએ કરવો પડે છે. ‘પંડ્યા સ્ટોર’થી ફેમસ બનેલા એક્ટર મોહિત પરમારની એક્ટ્રેસ ફ્રેન્ડ પ્રેરણા ઠાકુરને પણ આ કાળા સત્યનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં મોહિત પરમારે પોતાના મિત્ર માટે અવાજ ઉઠાવ્યો છે. એક કાસ્ટિંગ કોઓર્ડિનેટરે પ્રેરણા પાસેથી કામના બદલામાં સમાધાનની માંગ કરી હતી. કાસ્ટિંગ કોઓર્ડિનેટરે અભિનેત્રીને એક રાત સૂવા માટે કહ્યું.

જ્યારે મોહિતને આ વાતની ખબર પડી તો તેના પણ હોશ ઉડી ગયા. પ્રેરણાને મદદ કરવા માટે, મોહિતે પ્રેરણા સાથે આવું કરનાર વ્યક્તિની ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. મોહિતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં કાસ્ટિંગ કોઓર્ડિનેટર પોતાને સ્કાઈલાઈન સ્પ્રી પ્રોડક્શનનો સભ્ય ગણાવ્યો છે અને તેનું નામ પ્રેમ છે. તે પ્રેરણાને પૂછે છે કે જાે તેને આ રોલ જાેઈતો હોય તો તેણે સમાધાન કરવું પડશે. મોહિત પરમારે આ ચેટ શેર કરી છે અને દરેકને સાવચેત રહેવા જણાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતી વખતે તેણે લખ્યું, “આ વ્યક્તિથી સાવધાન રહો, તે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે અને બળજબરી કરી રહ્યો છે અને તેમને તેની સાથે સૂવા માટે કહી રહ્યો છે.”

તેણે આગળ લખ્યું કે જાે આ વ્યક્તિ કાસ્ટિંગ માટે તમારો સંપર્ક કરે છે તો તમારે તેને બ્લોક કરવો જાેઈએ, તેની જાણ કરવી જાેઈએ અથવા તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી જાેઈએ. મોહિતે જણાવ્યું કે આ વ્યક્તિ પ્રેમ મલ્હોત્રાના નામથી ઓળખાય છે. કાસ્ટિંગ ડિરેક્ટર વિશે સત્ય કહેવા અને તેની મહિલા મિત્રને મદદ કરવા બદલ ચાહકો મોહિતને રિયલ હીરો ગણાવી રહ્યા છે અને તેની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. પ્રેરણા ઠાકુર ‘વેરી ફેમિલી’ (૨૦૨૪) અને ‘ખટ્ટા મીઠા’ (૨૦૨૧) માટે જાણીતી છે. જાેકે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેત્રીને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા અંકિતા લોખંડેએ પણ ખુલાસો કર્યો હતો કે તે ૧૯ વર્ષની ઉંમરે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી.

‘પવિત્ર રિશ્તા’ અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તેણે દક્ષિણની એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું, ત્યારબાદ તેને નિર્માતા સાથે સૂવાનું કહેવામાં આવ્યું હતું. હાલમાં જ ઈશા કોપ્પીકરે પણ આવો જ ખુલાસો કર્યો હતો. મોહિત પરમારે ઘણા શોમાં કામ કર્યું છે, પરંતુ ‘પંડ્યા સ્ટોર’માં કામ કર્યા બાદ તે ખૂબ જ ફેમસ થયો હતો. આમાં કિંશુક મહાજન, શાઈની દોશી, કંવર ધિલ્લોન, એલિસ કૌશિક, કૃતિકા દેસાઈ અને અક્ષય ખરોડિયા જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા હતા. જાેકે, આ વર્ષની શરૂઆતમાં આ શો બંધ કરી દેવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/