fbpx
બોલિવૂડ

પુષ્પા ૨નું ટ્રેલર નવેમ્બરના બીજા સપ્તાહમાં આવી શકે છે

પુષ્પા ૨ ને લઈને અત્યારે ઘણી વાતો ચાલી રહી છે. સૌથી વધુ ચર્ચા એ છે કે તેનું ટ્રેલર ક્યારે આવશે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ટીમ નવેમ્બરના બીજા સપ્તાહમાં તેનું ટ્રેલર રિલીઝ કરવા માંગે છે. આ માટે હજુ સુધી કોઈ તારીખ નથી. ટ્રેલર આવ્યા બાદ જ ટીમ જાેરદાર પ્રમોશન શરૂ કરશે. ૨૦ દિવસ સુધી જાેરશોરથી માર્કેટિંગ થશે. હવે તેના પ્રમોશનને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ એક આઈટમ સોંગ પણ રજૂ કરવામાં આવી શકે છે. ‘પુષ્પા ૨’નું ટીઝર આવી ગયું છે. તમામ કલાકારોના લુક પણ આવી ગયા છે. પરંતુ મુખ્ય વાત એટલે કે ફિલ્મનું ટ્રેલર હજુ સુધી લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું નથી. તે નવેમ્બરના બીજા સપ્તાહમાં લાવી શકાય છે. તારીખ પણ ટૂંક સમયમાં કન્ફર્મ કરવામાં આવશે. ‘પુષ્પા ૨’ના અત્યાર સુધીમાં બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. વધુ એક ગીત આવવાનું છે. ટ્રેલર બાદ તે રિલીઝ થાય તેવી શક્યતા છે. આ એક આઈટમ સોંગ હશે.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ગીત માટે સૌથી પહેલા જાહ્નવી કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તૃપ્તિ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ બંને આ ગીતમાં નથી. સામંથા ‘પુષ્પા’ના આઈટમ સોંગ ‘ઓ અંતવા’માં હતી, પરંતુ તે પણ કદાચ આ ગીતમાં નહીં હોય. ત્યારે આ આઈટમ સોંગમાં કોણ હશે તે હજુ કન્ફર્મ થયું નથી. ‘પુષ્પા ૨’ ૬ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની રિલીઝ ડેટ પણ બદલવામાં આવશે. હવે તેને એક દિવસ વહેલો પણ લાવવામાં આવી શકે છે, જેથી ફિલ્મને વિસ્તૃત સપ્તાહાંત મળી શકે. આ વખતે મેકર્સ ઉત્તર ભારત પર ફોકસ કરી રહ્યા છે. આથી ફિલ્મનું ટ્રેલર પણ મુંબઈમાં લોન્ચ થઈ શકે છે. ઉપરાંત, રિલીઝના એક દિવસ પહેલા, ફિલ્મનું પ્રીમિયર મુંબઈ અને ત્યારબાદ હૈદરાબાદમાં યોજાશે. હવે જાેવાનું એ રહે છે કે મેકર્સનું પ્લાનિંગ કેટલું ફળે છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/