શરૂઆતના દિવસે કમાણીના તમામ રેકોર્ડ તોડી શકે છે ‘પુષ્પા ૨’
‘પુષ્પા ૨’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. ફિલ્મની કમાણી અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. સુકુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં છે, તે જાેતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ તેના શરૂઆતના દિવસે કમાણીના તમામ રેકોર્ડ તોડી શકે છે. ‘પુષ્પા ૨’ પ્રથમ દિવસે વિશ્વભરમાં રેકોર્ડ ૨૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આમાંથી ૨૦૦ કરોડ રૂપિયા ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન હોઈ શકે છે. ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ના રિલીઝ પર બધાની નજર છે. અલ્લુ અર્જુનની પુષ્પા ૨ શરૂઆતના દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આ ફિલ્મ ૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં આવશે. પુષ્પાઃ ધ રાઇઝના વારસા પર આધારિત આ ફિલ્મ નવા રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પા રાજના રોલમાં જાેવા મળશે.
સુકુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેની રિલીઝના પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે રૂ. ૨૭૦ કરોડની કમાણી કરશે તેવી અપેક્ષા છે, જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજાર બંનેમાંથી નોંધપાત્ર હિસ્સો હશે. સકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ, ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાંથી આટલું બધું કલેક્શન કરે તેવી અપેક્ષા છે. આંધ્ર પ્રદેશ/તેલંગાણા – રૂ. ૮૫ કરોડ, કર્ણાટક- રૂ. ૨૦ કરોડ, તમિલનાડુ – રૂ. ૧૨ કરોડ, કેરળ – રૂ. ૮ કરોડ દેશના અન્ય ભાગોમાંથી – રૂ. ૭૫ કરોડની કમાણી કરી શકે છે. આ આંકડાઓ અનુસાર ભારતમાં પહેલા દિવસે ‘પુષ્પા ૨’નું અંદાજિત કુલ કલેક્શન ૨૦૦ કરોડ રૂપિયા સુધીનું હોઈ શકે છે. આ ફિલ્મ વિદેશી બજારોમાંથી ૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આને ઉમેરીને, ‘પુષ્પા ૨’ વિશ્વભરમાં પ્રથમ દિવસે ૨૭૦ કરોડ રૂપિયાનો રેકોર્ડ બનાવી શકે છે. અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ ફરી એકવાર ‘પુષ્પા ૨’માં જાેવા મળશે. પુષ્પ રાજની વાર્તા સિક્વલમાં પણ ચાલુ રહેશે; તે લાલ ચંદનની દાણચોરીની દુનિયામાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરતો જાેવા મળશે. અત્યારે જાેવાનું એ રહે છે કે ‘પુષ્પા ૨’ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર કેવી ધૂમ મચાવે છે.
Recent Comments