fbpx
ધર્મ દર્શન

ઘરના મંદિરમાં રાખો આ વસ્તુઓ, નહિં પડે ક્યારે પૈસાની તકલીફ અને ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ

દરેક લોકોના ઘરમાં ભગવાનની પૂજા કરવા માટે મંદિર હોય છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં પૂજાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. વાસ્તુ અનુસાર જો સાચી દિશામાં પૂજાઘર હોય તો ઘરમાં તરક્કી થાય છે અને કામમાં સફળતા મળે છે. આ સાથે જ પૂજા સ્થળમાં કેટલીક શુભ વસ્તુઓ રાખવાથી દેવી-દેવતાઓની કૃપા મળવાની સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને ખુશીઓનું આગમન થાય છે. તો જાણી લો તમે પણ આ વિશે વિસ્તારથી…

સૌથી પહેલા જાણી લો પૂજા ઘરની સાચી દિશા વિશે
વાસ્તુ અનુસાર ઘરમાં પૂજાનું સ્થાન ઇશાન ખુણામાં તેમજ પૂર્વ અથવા ઉત્તર દિશા પર જ હોવું જોઇએ. વાસ્તુમાં પૂજા માટે આ દિશાને ઉત્તમ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિશામાં પૂજાનું સ્થાન હોય તો ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ મળે છે તેમજ ખુશીઓનું આગમન થાય છે.

ઘરના મંદિરમાં આ વસ્તુઓ અચુક રાખો

ગંગાજળ
હિન્દુ ધર્મમાં ગંગાજળને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ માટે દરેક ધાર્મિક કાર્યમાં ગંગાજળનો ઉપયોગ થાય છે. જ્યારે તમારી પૂજા પૂરી થઇ જાય ત્યારે ધરના દરેક ખુણામાં ગંગાજળનો છંટકાવ કરવો જોઇએ. આમ કરવાથી ધનની દેવી લક્ષ્મીની અપાર કૃપા રહે છે.

મોરનું પીછું
શ્રીકૃષ્ણનું અતિપ્રિય એવું મોરનું પીછું દરેક લોકોએ ઘરના મંદિરમાં રાખવુ જોઇએ. મોરનું પીંછુ ઘરના મંદિરમાં રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા સકારાત્મકમાં બદલાઇ જાય છે. આ સાથે જ ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા મળે છે.

ગાયનું ઘી
પૂજા સમયે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઇએ. વાસ્તુ અનુસાર ગાયના ઘીને બહુ શુભ માનવામાં આવે છે. ગાયમાં અનેક દેવી-દેવતાઓનો વાસ હોવાથી પૂજા માટે અવશ્ય ગાયનું ઘી જ વાપરવું જોઇએ. ગાયનું ઘી વાપરવાથી પૈસાની અછત પૂરી થાય છે અને ઘરમાં શાંતિ રહે છે.

શંખ
શંખને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુ માનવામાં આવે છે.  શંખને મંદિરમાં રાખવાથી ઘરના વાતાવરણમાં પોઝિટિવિટી આવે છે અને સાથે અનેક રોગોમાંથી છૂટકારો મળે છે.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/