fbpx
ધર્મ દર્શન

14 માર્ચે સૂર્યનો મીન રાશિમાં થશે પ્રવેશ, આ રાશિના લોકો માટે શરૂ થશે ખરાબ સમય

સૂર્ય 14  માર્ચના રોજ કુંભ રાશિમાંથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય જ્યારે આ રાશિમાં પ્રવેશ કરે ત્યારે એને સંક્રાંતિ નામથી ઓળખવામાં આવે છે, જેથી સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે તો એને મીન સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ, જ્યારે સૂર્ય કુંભ રાશિમાંથી નિકળીને મીનમાં પ્રવેશ કરશે ત્યારે આ રાશિની અનેક ઘણી મુશ્કેલી વધી શકે છે. તો જાણી લો આ રાશિમાં તમારી રાશિ છે કે નહિં.

કર્ક

સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કર્ક રાશિના લોકોએ સૌથી વધુ સચેત રહેવાની જરૂર છે. આ દિવસોમાં કર્ક રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય ધંધામાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ધન

ધન રાશિ પર મીન સંક્રાંતિનો પ્રભાવ નુકસાનકારક બની રહે છે. આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યને આ દિવસોમાં ખૂબ જ સાચવવાનું રહેશે. આ સમય દરમિયાન ધન રાશિના લોકોએ મિત્ર વર્તુળમાં પણ અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઉતાવળા અવાજે બોલશો તો તમારા સર્કલમાં ઝઘડો થઇ શકે છે અને તમારી ફ્રેન્ડશીપ તૂટી શકે છે.

મેષ

મેષ રાશિના લોકોએ આ દિવસે અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું પડશે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થઇ શકે છે. આ દિવસોમાં તમારે તમારા પર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં તમારે કોઇને સાથે ઝઘડો પણ થઇ શકે છે.

સિંહ સિંહ રાશિના લોકોએ આ દિવસોમાં સ્વાસ્થ્યથી લઇને બિઝનેસ જેવી અનેક વસ્તુઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ દિવસોમાં બિઝનેસ અને નોકરીમાં બરાબર ધ્યાન નહિં આપો તો ખરાબ સમાચાર તમને જલદી મળી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/