fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૨૩-૧૦-૨૦૨૨ થી તા ૨૯-૧૦-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આપના આરોગ્ય બાબત વધુ ધ્યાન રાખવાની સલાહ આપે. થોડી દોડા-દોડીનો થાક લાગે. બુધનું તુલા રાશીમાં સાતમે આગમન વર્ષના પ્રારંભે સારા નિર્ણયો આપે.
બહેનો :- સતત કાર્યમાં વ્યસ્ત રહેવાનુ થતાં આરોગ્ય સાચવવું.

વૃષભ :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ જૂના મિત્રોને મળવાનું થાય. સંતાનના શિક્ષણ બાબત તમારી ઈચ્છાઓ પૂરી થાય. શિક્ષણ ક્ષેત્રથી સારો લાભ મળે. બુધ છઠ્ઠા સ્થાને આવતા મોસાળના કામ થાય.
બહેનો :- સખી-સહેલીઓને મળવાનો અનેરો આનંદ રહે.

મિથુન :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ સગવડોમાં વધારો કરનાર, માતૃપક્ષથી સારો લાભ આપનાર. રાશીનો સ્વામિ બુધ પાંચમા સ્થાને આવતા અનુભવોનો ઉપયોગ થાય.
બહેનો :- સ્થાવર મિલકત કે વાહન સુખમાં વધારો થાય.

કર્ક :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આંતરિક શક્તિ મજબૂત બનાવે. સાથે પરદેશથી આપના માટે સારા સમાચાર લાવનાર બને. બુધનું ચોથા સ્થાને ભ્રમણ અચાનક નવા સુખમાં વધારો થાય.
બહેનો :- ધાર્મિક યાત્રા, પ્રવાસનું આયોજન સફળ બને.

સિંહ :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવક વૃધ્ધિ કરનાર નાણાકિય રીતે ખૂબ જ સારૂ રહે. પરિવારમાં બુધ્ધિ પૂર્વકના નિર્ણયો લઈ શકો. બુધ ત્રિજે ધર્મ સ્થાનમાં જોડાવાનું બને.
બહેનો :- પરિવારમાં તમારૂ સન્માન વધતાં આનંદ રહે.

કન્યા :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ વિચારોમાં શ્રેષ્ઠતા અને ત્વરિત નિર્ણય શક્તિ આપે. ભાગીદારીના ધંધામાં સારા કાર્ય થાય. બુધ બિજા સ્થાને આવકમાં ખૂબ સારો વધારો કરે.
બહેનો :- પતિ-પત્નિના સબંધોમાં પ્રેમ-લાગણી અને હુંફ વધે.

તુલા:- બારમાં સ્થાને સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર ધીમે-ધીમે આપની રાશી તરફ પર્યાણ કરતાં ખર્ચમાં અચાનક વધારો થતાં થોડી કટોકટી રહે. બુધનું આપની રાશીમાં માનસિક સમતુલન આપે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ કરશો તો પસ્તાવું પડશે.

વૃશ્ચિક :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા નાણાકિય પ્રશ્નોનો સારી રીતે ઉકેલ આવે. અટવાયેલા નાણાં છુટ્ટા થાય. મિત્રોની મદદ મળે. બુધ બારમાં સ્થાને અચાનક ધન લાભ થઈ શકે.
બહેનો :- સગા – સ્નેહી કે મિત્રોને મળવાનો આનંદ વધે.

ધન :- દશમાં સ્થાને ચંદ્ર નોકરીયાત વર્ગ – ઉદ્યોગ ધંધામાં સારી નાણાકિય સ્થિતી બનાવે. પિતૃપક્ષથી પૂર્ણ સહયોગ મળે. બુધ લાભ સ્થાને રહેતા ન ધાર્યા હોય એવા લાભ મેળવી શકો.
બહેનો :- પિતૃપક્ષે જવાનો આનંદ, ગૃહકાર્યમાં પ્રતિષ્ઠા વધે.

મકર :- ભાગ્યભુવનમાં ચંદ્ર સમાજસેવા, ધાર્મિક કાર્યક્રમો અને પરોપકારી કારી માટે પ્રેરીત કરે. ભાઈ-ભાંડુ સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળે. બુધનું દશમાં સ્થાને આગમન ખુબ જ સારા ધંધાકિય નિર્ણયો આપે.
બહેનો :- વર્ષોથી અધૂરા રહેલા ધર્મકાર્ય પુરા કરવાનો અવસર મળે.

કુંભ :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ આપની વાણીમાં અદભુત શક્તિ આપે. બુધની રાશીમાં હોવાથી ધંધામાં સારી આવક આપે. સારા વિચારોનું સુંદર ફળ મળે. બુધ ભાગ્યસ્થાને કુળદેવીને લગતા ધર્મકાર્ય થાય.
બહેનો :- ધિરજની કસોટીમાં પાર ઉતારી શકો, સારૂ રહે.

મીન :- સાતમા સ્થાને ચંદ્ર પતિ-પત્નિના સબંધો, ભાગીદારીના સબંધોમાં વધુ મીઠાસ અને નમ્રતા આપનાર બને. મનની પ્રફુલ્લીતતા વધે. બુધની સૂર્ય-શુક્ર સાથે આઠમે યુતિ તમારા આવકના ક્ષેત્રને વધુ મજબૂત કરે.
બહેનો :- તન-મનથી તાજગીનો અનુભવ આપને ખુશ રાખે.

વાસ્તુ:- દિપાવલીના દિવસે સૂર્યગ્રહણમાં જન્મકુંડળીમાં રહેલા દુષિત ગ્રહો માટે મંત્ર-જાપ કરવાથી ગ્રહોની નેગેટીવ અસર ઓછી થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/