fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.૩૦-૦૪-૨૦૨૩ થી તા.૦૬-૦૫-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આપના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે સારો સમય આપે, અંગત મિત્રો, પરિવારજનોનો યોગ્ય સહકાર, આપના કાર્યને દીપાવનાર, શુક્રનું ત્રીજે ભ્રમણ ભાગ્યોદય માટેની મહેનતનું યોગ્ય વળતર પ્રાપ્ત થતું જણાય.
બહેનો :- અધૂરા શિક્ષણ અને અધૂરા કાર્યો પુરા થઇ શકે.

વૃષભ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ સગવડો વધારનાર, ખેતીવાડી, સ્થાવર મિલકત, સરકારી ક્ષેત્રના કાર્યમાં યશ, પ્રતિષ્ઠા આપનાર પીતૃપક્ષથી સારી સહાય આવે, શુક્રનું બીજે ભ્રમણ જતા આર્થિક રીતે તમારા દરેક કામ પુરા થાય, નાણાભીડ રહે.
બહેનો :- મોસાળ પક્ષમાં પ્રસંગો ચિત જવાનો આનંદ મળે.

મિથુન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સૂર્યની રાશિમાં રહેતા આત્મવિશ્વાસમાં વધારો થાય, દરેક કાર્યમાં સાહસ વૃતિ ની અસર દેખાય, ધાર્મિક યાત્રાઓનું આયોજન સફળ બને, શુક્ર આપની રાશિમાં આવતા દામ્પત્ય સુખ અને પત્નીનો સાથ સહકાર મળે.
બહેનો :- વર્ષોથી અધૂરા રહેલા ધર્મકાર્યો પુરા કરવાનો અવસર મળે.

કર્ક :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા પારિવારિક જીવન, કુટુંબીજનો સાથે આનંદથી રહેવાનો, નાના મોટા પ્રવાસ, પર્યટન અપાવનાર, આર્થિક રીતે સારું રહેતા મન ઉપર બોજ હલાવો રહે, શુક્રનું બારમે ભ્રમણ ખર્ચ વધારનાર હોય ખાસ સંભાળવું.
બહેનો :- પારિવારિક જીવનમાં તમારું માન, કિમતની કદર થાય.

સિંહ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ વધારે પડતા આત્મવિશ્વાસ અને દ્રઢતાથી કાર્ય કરવાનું બળ પ્રાપ્ત થાય, દામ્પત્ય જીવન, ભાગીદારીમાં સારા નિર્ણયો આપે, શુક્રનું લાભ સ્થાને ભ્રમણ સ્ત્રી મિત્રો, સ્ત્રી વર્ગથી નાણાકીય લાભ મળે.
બહેનો :- દરેક મનોકામનાની પૂર્તિ થાય, નવી દિશાઓ મળે.

કન્યા :- બારમાં વ્યય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા આવક જાવકનો પુરતો હિસાબ રાખવો પડે, બિનજરૂરી ખર્ચ પર કાપ મુકવો જરૂરી બનશે, મુસાફરી થાય, શુક્રનું દશમે ભ્રમણ રાજયોગ જેવી સુખ સગવડોની પ્રાપ્તિ કરાવી શકે.
બહેનો :- મુસાફરીમાં આરોગ્યની તકેદારી રાખવી, ખર્ચ ઉપર અંકુશ રાખવો.

તુલા :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા અનેક પ્રકારના લાભ, મિત્ર વર્ગને મળવાનો આનંદ, આપની અંદર રહેલી રચનાત્મક શક્તિને ઉજાગર કરવાનો મોકો મળે, શુક્રનું ભાગ્ય સ્થાને ભ્રમણ અચાનક ભાગ્યોદયની તક લાવે.
બહેનો :- સંતાનોના શિક્ષણ માટેની તમારી મહેનત સફળતા લાવે.

વૃશ્ચિક :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ રાજકીય ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે કે નોકરીયાતવર્ગ માટે સારા ખુશીના સમાચાર લાવનાર, નાણાકીય સ્થિતિ સારી આપનાર બને, શુક્રનું આઠમે ભ્રમણ આવતા ખાસ સ્ત્રી વર્ગ સાથે વિવાદ ટાળવો જરૂરી.
બહેનો :- સ્નેહીજનો કે પિતૃપક્ષે જવાનો આનંદ રહે, ગૃહ ઉદ્યોગથી લાભ.

ધન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ધાર્મિક સ્થાનમાં સેવાનો અવસર મળે, સામાજિક કાર્યમાં જોડાય શકો, ભાઈ, ભાંડુંથી યોગ્ય સાથ મળી રહે, શુક્રનું સાતમે ભ્રમણ લગ્ન ઇચ્છુકો માટે ખુબ જ સારો સમય લાવનાર રહે.
બહેનો :- ભાગ્યની દેવી કૃપા વરસાવતી હોય એવો અનુભવ થાય.

મકર :- આઠમા સ્થાને ચંદ્ર સૂર્યની રાશિમાં રહેતા બને ત્યાં સુધી મૌન રહેવાનો પ્રયત્ન કરશો તો સારું રહેશે, વાદ વિવાદથી દુર રહેવાનો પ્રયત્ન કરવો, શુક્રનું છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ ગુપ્ત રોગોમાં તાત્કાલિક સારવાર લેવી.
બહેનો :- વાહન ચલાવવામાં અને ગૃહકાર્યમાં એકાગ્રતા રાખવી.

કુંભ :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ મનની સ્થિરતા વધારનાર, આત્મ્વીશાવાસ પૂર્વક દરેક કાર્ય કરાવનાર અને દામ્પત્ય જીવનમાં લાભ આપનાર બને, શુક્રનું પાંચમે ભ્રમણ નવા સ્ત્રી મિત્રોનો પરિચય આપે તો નવાઈ નહિ.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારો સમય, દામ્પત્ય જીવનમાં પ્રેમ મજબુત થાય.

મીન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું આપના દરેક કાર્યમાં વિજયની ધજા, પતાકા લહેરાય, મોસાળ પક્ષે જવાનું થાય, મોસાળ માટે પ્રવૃત રહેવાનું બને, રોગ, શત્રુ ઉપર તમારી જીત થાય, શુક્ર ચોથા સ્થાનમાં ભૌતિક સુખ સગવડોમાં વધારો થાય.
બહેનો :- જુના પુરાણા રોગોમાંથી મુક્ત થવાનો રસ્તો મળતા આનંદ રહે.

વાસ્તુ:- જેમની કુંડળીમાં સર્પદોષ આવતો હોય એવા વ્યક્તિ જો રોજ ભૈરવાસ્ટકનો પાઠ કરે તો સર્પદોષમાંથી મુક્તિ મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/