fbpx
ગુજરાત

તથ્યોને દબાવો નહીં, સોગંદનામું ફરી રજૂ કરોઃ સુપ્રિમ કોર્ટ રાજકોટ આગકાંડ મામલે ગુજરાત સરકારના જવાબથી નાખુશ સુપ્રીમ

રાજકોટમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવા સાથે જાેડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટએ ગુજરાત સરકારની ફરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કહ્યું કે, સરકાર રાજકોટ આગકાંડ વિશે તથ્યોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતના જવાબથી નાખુશ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યને તથ્યોને દબાવવા ન જાેઈએ. સાચા તથ્યોની સાથે એક નવું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપવો પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આપના જણાવ્યા અનુસાર બધું સારું છે, પરંતુ વલણ વાયરિંગના મામલે પોતાના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનયરના રિપોર્ટથી વિપરિત છે. તમે માત્ર તપાસ પંચને રચીને ખુશ છો.
આ મામલામાં ગુજરાત સરકાર વ્યવસ્થિત રીતે સોગંદનામું દાખલ કરે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને અનુરોધ કર્યો કે આ મામલામાં રસ લે અને યોગ્ય રિપોર્ટ દાખલ કરે. આ કેસની આગામી સુનાવણી ગુરુવારે થશે. રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગના કારણે ૬ દર્દીઓનાં મોત થયા હતા. અગાઉની સુનાવણીમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાના કારણે થયેલા મોતની ઘટના પર સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લેતાં સુનાવણી શરૂ કરી હતી અને આવી ઘટનાઓ પર અંકુશ લગાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની નિષ્ફળતા પર આકરી નારાજગી વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે રાજ્યો પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે સતત આવી ઘટનાઓ બનતી હોવા છતાંય આ સમસ્યાને રોકવા માટે કોઈ મજબૂત પગલાં નથી ઉઠાવવામાં આવ્યા. સુપ્રીમની બેન્ચે કહ્યું હતું કે આ કંપાવી દેનારી ઘટના છે. આ ખૂબ જ ગંભીર મામલો છે અને પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને આ સરકારી હૉસ્પિટલોની સ્થિતિ દર્શાવે છે. અમે આ મામલામાં સુઓમોટો લઈએ છીએ.

Follow Me:

Related Posts