fbpx
ગુજરાત

ડિસેમ્બરમાં દેશના ૨૦-૨૫ કેન્દ્રો પર ૨૫૦ કોરોના દર્દીઓ પર ટ્રાયલ કરાશે ઝાયડ્‌સ કેડિલાને કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ આજે ઝાયડસ કેડિલાને તેની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરીઆપી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે કલીનીકલ ટ્રાયલમાં તેની બાયોલોજીકલ થેરાપી પેગીલેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-૨બી – પેગીહેપ્‌સ્ નું કોવિડ-૧૯ના દર્દીઓ પર ટૂંક સમયમાં પરીક્ષણ શરુ કરશે.
ઝાયડસે જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કે દેશના ૨૦-૨૫ કેન્દ્રો પર ૨૫૦ લોકો પર આ વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. બીજા તબક્કામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા ૪૦ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, પેગીલેટેડ ઇંટરફેરોન આલ્ફા ૨-બીના બીજા તબક્કાના અભ્યાસના પરિણામોથી અમને પ્રોત્સાહિત થયા છીએ. અમે જાેયું છે કે વાયરસના શરૂઆતના તબક્કામાં આ રસીના ઉપયોગથી વાયરસ ટાઇટર્સ ઘટાડે છે. રોગમાં સલામત એવા કોવિડ સામે લડવા માટેના શક્ય સારવાર વિકલ્પો તરફ ધ્યાન આપવાના અમારા પ્રયત્નો છે જે સલામત છે. આ રસી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.
કંપનીએ દાવો કર્યો છે કે પેગીલેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-૨બીના બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કોરોનાના ૯૫% દર્દીઓ સાજા થઇ ગયા હતા. કંપનીએ જણાવ્યું હતું કે, રસી અપાયાના ૭ દિવસની અંદર જ આવા દર્દીઓમાં રીકવરી જાેવા મળી હતી અને જયારે ૧૪માં દિવસે તેમનો ઇ્‌-ઁઝ્રઇ નેગેટીવ આવ્યો હતો.
ઝાયડસ કેડિલા ભારતની સાથે સાથે આ વેક્સિનનું મેક્સિકોમાં પણ ટ્રાયલ થઇ રહ્યું છે. મેક્સિકોમાં ફેઝ-૨ ચાલી રહ્યો છે. કંપની ેંજીહ્લડ્ઢછ સાથે મળીને પેગીલેટેડ ઇંટરફેરોન આલ્ફા -૨ બી માટે ેંજીહ્લમાં યોગ્ય ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા માટે એક ઇન્વેસ્ટિગેશનલ ન્યૂ ડ્રગ (ૈંદ્ગડ્ઢ) એપ્લિકેશન ખોલવા માટે પણ કામ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/