fbpx
રાષ્ટ્રીય

પેટ્રોલ ૯૦.૬૨ રૂપિયે લિ.તો ડિઝલ ૮૦.૮૩ રૂપિયે લિટરે પહોંચ્યુંપેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારોઃ ભાવ છેલ્લા ૨ વર્ષના શિખરે પહોંચ્યા

સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકયો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા તો ડીઝલના ભાવમાં ૨૩ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીનો ભાવ જાેઈએ તો શુક્રવારે પેટ્રોલ ૮૨.૮૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૩.૦૭ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. પેટ્રોલ-ડીઝલના ભાવ દેશમાં ૨૫ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. અહીં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ ૯૦.૬૨ રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર ૮૦.૮૩ રૂપિયા છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઐતિહાસિક દ્યટાડા બાદ લોકો રાહતની આશા રાખી રહ્યા હતા. પરંતુ લોકોને કેન્દ્ર સરકારે આંચકો આપ્યો હતો. સરકારે પેટ્રોલ પર ૧૦ રૂપિયા અને ડીઝલ પર ૧૩ રૂપિયા પ્રતિ લીટર એકસાસાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. આ પહેલા વર્ષે ૨૦૧૪માં પેટ્રોલ પર ટેકસ ૯.૪૮ રૂપિયા પ્રતિ લીટર હતો અને ડીઝલ પર ૩.૫૬ રૂપિયા. નવેમ્બર ૨૦૧૪દ્મક જાન્યુઆરી ૨૦૧૬ સુધી કેન્દ્ર સરકારે તેમાં નવ વાર વધારો કર્યો. આ ૧૫ સપ્તાહમાં પેટ્રોલ પર ડ્યૂટી ૧૧.૭૭ અને ડીઝલ પર ૧૩.૪૭ રૂપિયા પ્રતિ લીટર વધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/