fbpx
ગુજરાત

રાજ્યમાં પેટ્રોલના ભાવ રૂ.૮૦ને પાર ત્યારે ડીઝલના ભાવ રૂ.૮૦ની નજીક

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવ વધીને ૮૦ રૂપિયાને પાર થઈ ગયો છે જ્યારે ડીઝલના ભાવ ૮૦ રૂપિયાની નજીક છે. અમદાવાદમાં શનિવારે પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે રૂપિયા ૮૦ને પાર થઇને રૂપિયા ૮૦.૬૭ જ્યારે ડીઝલની કિંમત રૂ. ૭૯.૧૨ થઇ ગઇ હતી.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલમાં સતત થઇ રહેલા ભાવ વધારાને કારણે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં છેલ્લા ૧૦ દિવસથી સતત વધારો થઇ રહ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણેઅમદાવાદમાં ૪ ડિસેમ્બરની સરખામણીએ આજે પેટ્રોલની કિંમતમાં ૨૭ પૈસાનો વધારો નોંધાયો છે.
અમદાવાદમાં ૬ મહિના અગાઉ જુલાઇમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે રૂપિયા ૭૭.૮૭ હતી. ૫ ડિસેમ્બરના સાંજે પેટ્રોલની કિંમત રાજકોટમાં રૂપિયા ૮૦.૬૭, સુરતમાં રૂપિયા ૮૦.૫૭ જ્યારે વડોદરામાં રૂપિયા ૮૦. ૪૬ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/