fbpx
ગુજરાત

પેટ્રોલ બાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં ભડકો, સબસિડીનું પણ હાલ કંઈ નક્કી નથીઅમદાવાદમાં પેટ્રોલ ૮૧ને પારઃ ગેસ સિલિન્ડરની કિંમત વધીને ૬૪૪એ પહોંચી

આ મહિને રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ૫૦ રુપિયાનો વધારો થયો છે. જાેકે, આ ભાવવધારાને સરભર કરવા માટે ગ્રાહકોને સરકાર સબસિડી આપશે કે કેમ તે હજુય સ્પષ્ટ નથી. ડિસેમ્બરમાં સિલિન્ડરનો ભાવ અમદાવાદમાં વધીને ૬૪૪ રુપિયા થયો છે.
બીજી તરફ, મે મહિનાથી રાંધણ ગેસનો સિલિન્ડર લેનારા લોકોને કોઈ સબસિડી પણ નથી મળી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસ અને ક્રુડની કિંમતમાં કડાકો બોલાતા ઘરઆંગણે પણ તેના ભાવ ઘટ્યા હતા કે પછી સ્થિર રહ્યા હતા. માર્કેટ રેટ અને સબસિડાઈઝ્‌ડ રેટ સમાન થઈ જતાં ગ્રાહકોને સબસિડી ચૂકવવાનું પણ બંધ કરી દેવાયું હતું.
ગયા વર્ષે જૂન મહિનામાં દિલ્હીમાં સબસિડાઈઝ્‌ડ ગેસ સિલિન્ડરની કિંમત ૪૯૭ રુપિયા હતી. જાેકે, ત્યારથી લઈને અત્યારસુધી તેની કિંમત ૧૪૭ રુપિયા વધી ચૂકી છે. જુન ૨૦૧૯માં દિલ્હીમાં ગ્રાહકોને સિલિન્ડર દીઠ ૨૪૦ રુપિયા સબસિડી ચૂકવાતી હતી.
સરકારી માલિકીની ઓઈલ કંપનીના સૂત્રોનું માનીએ તો ડિસેમ્બર મહિનામાં સિલિન્ડર ખરીદનારા લોકોને સબસિડી મળશે કે કેમ તે અંગે સરકારે કંપનીઓને હજુ સુધી કોઈ સૂચના આપી નથી.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર પર સબસિડી પેટે રુ. ૨૨,૬૩૫ કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. ૨૦૧૮-૧૯માં આ રકમ ૩,૪૪૭ કરોડ રુપિયા જેટલી થતી હતી. જાેકે, આ વર્ષે ક્રુડના ભાવ ઘટવાથી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા છ મહિનામાં સરકારે સબસિડી પેટે માત્ર રુ. ૧૧૨૬ કરોડ રુપિયા જ ચૂકવ્યા છે.
ગેસ સબસિડીની માફક સરકારને કેરોસીન પર ચૂકવાતી સબસિડીમાં પણ મોટો ફાયદો થયો છે. ૨૦૧૯-૨૦માં કેરોસીન પર રુ. ૧૮૬૯ કરોડ રુપિયાની સબસિડી ચૂકવાઈ હતી. જાેકે, હવે સરકારી પેટ્રોલિયમ કંપનીઓ કેરોસીનનું વેચાણ બજાર કિંમત પર કરતી હોવાથી આ વર્ષે સરકારે કેરોસીન પર કોઈ સબસિડી નથી ચૂકવી.
જાે માર્ચ ૨૦૨૧ સુધી આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલિયમની કિંમતમાં ખાસ ચઢ-ઉતર ના થાય તો સરકાર આ નાણાંકીય વર્ષમાં સબસિડી પેટે ચૂકવાતી રકમમાં મસમોટી બચત કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલની આજની કિંમત ૮૧ રુપિયાને પાર થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ ૯૦ રુપિયા કરતા પણ વધુ ભાવે વેચાઈ રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/