અમદાવાદ જીઆઈડીસી આગઃ આગમાં ૬૫ લોકોના માથેથી છત છીનવાઈ
અમદાવાદ શહેરમાં ફરી એક વખત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જેમાં ચાર ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ હતી. સાથે સાથે આગ ફેલાતા છ વાહનો બળીને ખાખ થઈ ગયા. પરંતુ સૌથી કરુણ વાત એ છે કે આગમાં ૨૦ પરિવારો બેઘર થઈ ગયા અને ૬૫ લોકો ના માથેથી છત છીનવાઈ ગઈ છે. અમદાવાદના વટવા જીઆઈડીસી ફેસ બેમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. માતંગી કંપનીમાં આગ લાગ્યા બાદ આસપાસની અન્ય ત્રણ ફેક્ટરી પણ આગની ઝપેટમાં આવી ગઈ, જેમાં જેકસન કંપનીને મોટા પ્રમાણમાં નુકસાન થયું સાથે સાથે અલગ અલગ કરીને બહાર રહેલા છ જેટલા વાહનો મળીને ખાખ થઈ ગયા. એટલું જ નહીં ફેક્ટરીની પાસે રહેતા શ્રમજીવી પરિવારના ૨૦ ઝુંપડા અને તેમાં રહેલી ઘર વખરીનો તમામ સામાન આગમા નાશ પામ્યો અને ૨૦ પરિવાર ઘર વિહોણા બન્યા હતા.
અમદાવાદ શહેર અને રાજ્યોમાં બની રહેલી જીવલેણ આગની ઘટનાઓ બાદ આજની આગે લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા, કારણ કે સોલ્વન્ટમાં થતા ધડાકા ૫થી ૭ કિલોમીટર દૂર સુધી સંભળાવતા હતા અને ફેક્ટરીની આસપાસ રહેતા શ્રમિકો ત્રણથી ચાર કિલોમીટર દૂર ભાગી જવા મજબૂર બન્યા હતા. આવા સંજાેગોમાં ફાયર અધિકારીઓનું જણાવ્યું છે કે, શહેરના વિકાસની સાથે રહેણાંક વિસ્તારો પણ જીઆઇડીસી નજીક આવી રહ્યા છે માટે આવા યુનિટ ફેક્ટરીઓ માનવ વસાહતથી દુર સ્થાપવા જાેઈએ. જેથી આગ લાગે અથવા કોઈ મોટી હોનારત સર્જાય તો મોટી જાનહાનિ ને રોકી શકાય.
વટવા જીઆઈડીસીની ચાર કંપનીઓમાં લાગેલી આગને ફાયર વિભાગ એ કાબૂમાં લઈ લીધો છે પરંતુ આગનું કારણ જાણવા અને કોઈ બેદરકારી છે કે કેમ તેની માહિતી મેળવવા માટે એફ.એસ.એલ જીપીસીબી ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીઆઇડીસીના કેમિકલની તપાસ કરતી એજન્સીઓ કામે લાગી છે તપાસ દરમિયાન જાે કોઈ બેદરકારી અથવા તો ક્ષતિ સામે આવશે તો પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરશે ત્યારે જાેવું એ રહ્યું કે આગની ઘટના બાદ પોલીસ શુ કાર્યવાહી કરે છે.
Recent Comments