fbpx
ગુજરાત

અમદાવાદમાં અકસ્માતઃ બીઆરટીએસ બસ દિવાલમાં ઘૂસી જતા બે ફાડિયાં થયા

અમદાવાદમાં રોડની વચ્ચે દોડતી બીઆરટીએસ બસ બસનો આજે એક વિચિત્ર અકસ્માત થયો છે આ બસ અમદાવાદના અખબાર નગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે અચનાક જ અન્ડર બ્રિજના પીલરની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત થયો હતો. બનાવની વિગત એવી છે કે આજે શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલા અન્ડર બ્રિજ નીચેથી એક બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી. દરમિયાન બસમાં બેસેલા મુસાફરો કઈ સમજે તે પહેલાં બસ ધડાકાભેર અન્ડર બ્રિજના એક પીલરમાં ટકરાઈ ગઈ હતી.
પીલર સાથે ટકરાતા જ બસનો મોરો ચીરાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે બસ અથડાઈ ત્યારે બસમાં બે જ મુસાફર હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો પરંતુ તેના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી પરંતુ સૌના મોઢે એક જ પ્રશ્ન હતો કે આવો અખસ્માત કેવી રીતે અકસા્‌માત થયો હતો જાેકે, પ્રાપ્ત અહેવાલો મુજબ સ્ટિયરીંગ લોક થતા અકસ્માત થયો હતો. આ બસનો અકસ્માત થતા બસનો મોરો ચાર ફૂટ કરતા વધારે ચીરાઈ ગયો હતો અને જેવી રીતે ચાકૂ કોઈ ચીજમાં ઘૂસી જાય તેમ પીલર બસની અંદર ઘૂસી ગયો હતો.
આમ બસની સ્પીડ કેટલી હશે તે પણ એક મોટો પ્રશ્ન છે. અકસ્માતના પગલે ચક્કાજામ થઈ ગયો હતો અને પોલીસ અને ટ્રાફિકના પોલીસનો કાફલો ઉતરી આવ્યો છે. બીઆરટીએસના એક અધિકારીએ જણાવ્યું કે આ બસના ડ્રાઇવરનું નામ રમેશ ભાઈ અને સુપરવાઇઝર બે વ્યક્તિ જ સવાર હતા બંને જણાને ઇજા થઈ હતી અને તેમને બંનેને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અધિકારીના મતે અન્ડરપાસમાં સ્પીડ ખાસ હોતી નથી પરંતુ ડ્રાઇવરના સ્ટેટમેન્ટ પર આધાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/