કેબીસીઃ અમિતાભ બચ્ચન સાથેની રમતમાં રાજકોટની રચનાએ જીત્યા ૩.૨૦ લાખ
ભાવનગરમાં જન્મેલી અને મૂળ રાજકોટની રચના ત્રિવેદી કોન બનેગા કરોડપતિ સિઝન ૧૨માં હોટસીટ પર પહોંચી હતી. રાજકોટમાં રહી ધ સ્કૂલ ઓફ સાયન્સ અને બાદમાં આત્મીય ઇન્સ્ટિયુટ માં કોલેજ અભ્યાસ કરી બિઝનેસ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતી ૩૦ વર્ષીય રચના જગદીશભાઇ ત્રિવેદી કોન બનેગા કરોડપતિ સિઝન ૧૨ માં હોટ સીટ પર સ્થાન મેળવી માતા પિતા, પરિવાર સાથે રાજકોટનું નામ રોશન કર્યું છે. તારીખ ૭ ડિસેમ્બર ના રોજ કોન બનેગા કરોડ પતિ માં પહોંચી ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટ ના પ્રશ્નમાં ઝડપી જવાબ આપી ૭ અને ૮ ડિસેમ્બરના રોજ કોન બનેગા કરોડપતિ સિઝન ૧૨ ની હોટ સીટ પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું જેમાં તેમને ૧૦ પ્રશ્ન પર જવાબ ખોટો પડતા કુલ ૩.૨૦ લાખ રૂપિયા જીત્યા હતા અને તેમના માતા ની ઇચ્છા પૂર્ણ કરી હતી.
રચના ની માતા કીર્તિબેન ની ઈચ્છા હતી કે તેઓ કેબીસી હોટ સીટ પર બેસી અમિતાભ બચ્ચનજીના હાથે ચેક પ્રાપ્ત કરે અને આજે ૮ ડિસેમ્બરના રોજ તેઓએ આ ચેક હાસિલ કરી તેમના માતાજીનું સ્વપ્ન સાકાર કરી પરિવાર અને રાજકોટ નું નામ રોશન કર્યું છે. વર્ષ ૨૦૧૯ માં રચના ત્રિવેદી જર્મની ગઇ હતી અને થોડા સમય પહેલા તે રાજકોટ આવી હતી.
રાજકોટ આવી અને બાદમાં કોરોના વાયરસ ની વૈશ્વિક મહામારી સર્જાઈ અને ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યું અને લોકડાઉન ના કારણે રચના રાજકોટ રહેવું પડયું હતું જેમાં આ સમય દરમિયાન કેબીસી સિઝન ૧૨ માં સિલેક્ટ થતા તારીખ ૭ અને ૮ ડિસેમ્બર ના રોજ રચના હોટ સીટ પર બેસી કેબીસી સિઝન ૧૨ રમી હતી જેમાં ૪ પૈકી ૨ લાઈફલાઇન ગુમાવી રચના એ ૩.૨૦ લાખ રૂપિયા રકમ જીતી હતી.
Recent Comments