fbpx
ગુજરાત

ખેડૂત સન્માન સપ્તાહ

ખેડૂત સન્માન સપ્તાહ તા૧૭ ડિસેમ્બર થી ૨૩ ડિસેમ્બર સુધી ઉજવાતા ખેડૂત સન્માન સપ્તાહ ની શરૂઆત પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંઘ ની જન્મ શતાબ્દી વર્ષ ૨૦૦૨ થી તેમના  જન્મદીન ૨૩ ડિસેમ્બર ને ખેડૂતદીન તરીકે “ખેડૂત સન્માન સપ્તાહ” ઉજવવા માં આવે છે આ દિવસે ખેડૂતો ના હિત સબંધી નૂતન શોધ પ્રાપ્ત નવા કૃષિ આવિષ્કાર દ્રવ્યો ઓજારો બદલ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર થી સન્માનિત કરવા માં આવે છે અને ખેડૂત ના ઉત્કૃષ માટે કાર્યક્રમ યોજવા માં આવે છે દેશ ના અન્ન ભંડારો છલકાવી દેનાર જગત તાત નો બેસુમાર શ્રમ અને નવા સંશોધન બીજ અને આધુનિક ટેકનોલોજી યાંત્રિક સાધન વડે દેશ ને અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવિલાબી બનાવી દેનાર ખેડૂત દ્વારા અનેક કર્મઠ કિસાનો એ કરેલ ક્રાંતિ થી દેશ અન્ન અને બાગાયત ઉત્પાદનમાં  અગ્ર હરોળ નો દેશ બન્યો ૧૯૮૭ ના દુષ્કાળ માં ઓસ્ટ્રેલિયા થી ઘઉં આયાત થતા હતા  તે પછી અન્ન ઉત્પાદન માટે કૃષિ ક્ષેત્રે અનેકો ખેડૂતો એ નમૂના રૂપ સિદ્ધિ મેળવી પરદેશી અન્ન ના મહોતાજ નહિ રહી સ્વદેશી ગુણવત્તા યુક્ત અન્ન ઉત્પાદન માટે કૃષિ ક્ષેત્રે નવા સંશોધન થી બીજ ફળદ્રુપતા જરૂરી ખાતર ખોતર વીજળી પાણી સાથે અનેક વિધ નવીનતમ ટેકનોલોજી સાધનો નો ઉપીયોગ થવા થી દેશ ને દુનિયા ભર માં ગૌરવ પ્રાપ્ત થયું આપણા ખેતી પ્રધાન દેશ માં કરોડરજૂ ગણાતા ખેડૂતો ની હરહમેશ ઉપેક્ષા ઓ શોષણ ના ભોગ બનતા રહ્યા છે  ખેડૂતો માટે ખેતી પ્રધાન દેશ ની કૃષિ નીતિ હમેશા લાભ કરતા નુકશાન કારક વધુ બની તેના કારણે વારંવાર ખેડૂતો એ આંદોલનો કરવા પડે લાચારી વેઠવી પડે કૃષિ પ્રધાન દેશ માં કૃષિકારો દિન પ્રતિદિન વધુ કંગાળ કેમ ? નીતિ નિર્ધારકો સારી નીતિ ઓ બનાવે તેનો અમલ કરે તે સારી વાત છે પણ દેશ ની કૃષિનીતિ હમેશા ખેડૂત ના લાભ કરતા નુકશાન કારક વધુ રહી સામુહિક વિકાસ ના સાધનો મુઢી ભર બુદ્ધિ જીવી ઓ ના હાથ રહ્યા છે ડિજિટલ ઇન્ડિયા તરફ ની દોટ  વૈજ્ઞાનિક ટેક્નોસેવી પદ્ધતિ સારી વાત છે પણ ગૂગલ ઉપર થી રોટલી ડાઉનલોડ ન થઈ શકે  શાકભાજી ફુલફ્રુટ ગૂગલ પર થી ડાઉનલોડ થશે એતો ખેડૂતો ના બેસુમાર શ્રમ થીજ થશે ને ? ખેડૂત સન્માન સપ્તાહ ની ઉજવણી ત્યારે જ સાર્થક ગણી શકાય જ્યારે જગત તાત નું સન્માન ખરા હદય થી શોષણ બંધ કરી માલ ની સંગ્રરાખોરી બંધ કરી એ ખેડૂતો પાસે સસ્તો માલ મેળવી કાલાબજારી બંધ કરી એ ખેડૂતો ને તેમના શ્રમ નું યોગ્ય વળતર મળે તેમાટે ખોટા નિયંત્રણ બંધ કરી દેશ ના દરેક ખાદ્યદ્રવ્ય ના દાતા ખેડૂત ને  આર્થિક ઉન્નત બનાવી એજ ખેડૂત સન્માન સપ્તાહ ની ખરી ઉજવણી છે જગત તાત ની ઉપલબ્ધી અમથી થોડી મળે રાત દિવસ બેસુમાર શ્રમ કરી માનવ પશુ પક્ષી અબોલ જીવો માટે પાલનહાર ખેડૂત તજ છે ને આપણે ધર આંગણે નિરાંત ની નિંદ્રા લઈ એ છીએ તેમાં કિસાન અને જવાન ની મહતા ઓછી ન આંકી એ  દેશ ની સુરક્ષા કરતા જવાન અને પોષણ કરતા ખેડૂત માટે તો કહેવાયુ છે “જય જવાન જય કિસાન” જમવા બેચી ત્યારે દિલ થી અન્નદાતા નો આભર માની એ એજ ખેડૂત સન્માન સપ્તાહ છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/