fbpx
ગુજરાત

સોલા સિવિલમાં ૧૦૦ દિવસ કોરોનાની સારવાર લેનાર દર્દીને નીતિન પટેલની હાજરીમાં કરાયો ડિસ્ચાર્જ

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિનભાઈ પટેલ આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા છે. આજે સોલા સિવિલમાં કોરોનાની ૧૦૦ દિવસ કરતાં વધુ દિવસની સારવાર મેળવી સાજા થયેલા દર્દીને આજે રજા આપવામાં આવી છે, તેમને શુભેચ્છા આપવા તથા તમામ ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપવા નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માન.નાયબ મુખ્યમંત્રી હોસ્પિટલની કામગીરીનો રીવ્યુ કરી નિરીક્ષણ કર્યું છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં શહેરના જ દેવેન્દ્ર પરમારે ૧૧૩ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના દેવેન્દ્ર પરમારે કોરોનાને મ્હાત આપીને એક દાખલો બેસાડ્યો છે.
અત્યાર સુધીની કોરોનામાં સૌથી લાંબી ચાલેલી સારવારનો કિસ્સો અમદાવાદના સોલા હોસ્પિટલમાં સામે આવ્યો છે. દેવેન્દ્ર પરમારને ૯૦ દિવસ ૈંઝ્રેંમાં દાખલ રહ્યા હતા. ત્યારે આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના છે, ત્યારે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ દેવેન્દ્ર પરમારને શુભેચ્છા આપી હતી. એટલું જ નહીં, નીતિન પટેલે હોસ્પિટલની કામગીરીનો રિવ્યુ પણ કર્યો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના દેવેન્દ્ર પરમાર નામના દર્દી સોલા સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ દિવસ સુધી કોરોનાની સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ થનાર છે. ગુજરાતની સરકારી હોસ્પિટલમાં આટલી લાંબી સારવાર લેનાર દેવેન્દ્ર પરમાર પહેલા દર્દી છે. આ અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિહ સોલંકીએ પણ ૧૦૦થી વધુ દિવસ સુધી કોરોનાની સારવાર લીધી હતી
પણ સોલંકીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ૫૯ વર્ષીય દેવેન્દ્ર પરમાર ૧૧૨ દિવસ સુધી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ને કોરોનાના મહાત આપીને ૧૧૩મા દિવસે રજા લેશે. નીતિન પટેલ આજે સોલા હોસ્પિટલ ખાતે કોરોનાની ૧૦૦ દિવસ કરતાં વધુ દિવસની સારવાર મેળવી સાજા થયેલા દર્દીઓને રજા આપી ત્યારે પોતે હાજર રહીને શુભેચ્છા આપી હતી. આ સિવાય અન્ય દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/