fbpx
ગુજરાત

બોટાદ પોલીસની સેવાને મળ્યું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, ૧૮ લાખ લોકોની દિવસ-રાત કરી હતી સેવા

કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થા સેવા યજ્ઞ દ્વારા ૧૮ લાખ લોકોને અલગ અલગ સંસ્થા દ્વારા ૧ બેનર નીચે સેવા કરવામાં આવી હતી. જે કામગીરીની નોંધ “ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ ” માં લેવાઇ હતી. ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બરની હાજરીમાં બોટાદમાં એસપી અને અન્ય લોકોને પ્રમાણપત્ર આપી સન્માન કર્યા હતા. કોરોના વેશ્વિક મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની ફરજ પડી. ત્યારે આ લોકડાઉન દરમિયાન અનેક એવા ગરીબ પરિવારો કે રોજનું કમાઈને રોજનું જમતા હોય છે, તેવા લોકોની પરીસ્થિતિ ખુબજ કફોડી બની હતી.
ત્યારે આવા ગરીબ લોકોની વ્હારે બોટાદ બોટાદ જિલ્લા પોલીસ શ્ સામાજિક સંસ્થા સેવાઓ આવેલ હતી. જેમાં ૭૭ જેટલી સંસ્થાઓ દ્વારા એક બેનર નીચે ભેગા થય કામ કરી અને સમગ્ર લોકડાઉન દરમિયાન ગરીબ લોકોને જમવાનું, પાણી, માસ્ક, સેનેટાઇઝર, પશુઓને ઘાસચારો સહિત કામગીરી કરી હતી. જેમાં લોકડાઉન દરમિયાન કુલ ૧૮ લાખ લોકોને અલગ અલગ સંસ્થા દ્વારા ૧ બેનર નીચે સેવા કરવામાં આવી હતી. જેની નોધ ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ” માં લેવાઇ છે. જેનો આજે કાર્યક્રમ બોટાદની જીનીયસ સ્કુલ ખાતે યોજાયો હતો. ૧૮ લાખ લોકોને અલગ અલગ સંસ્થા દ્વારા ૧ બેનર નીચે સેવા કરવામાં આવી હતી.
જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ ” માં લેવાતા આજે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બર મનીષ બિસ્નોઈ આજે બોટાદ ખાતે આવ્યા હતા અને બોટાદની જીનીયસ સ્કુલ ખાતે સન્માન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોટાદ એસપી હર્ષદ મહેતા, ગઢડા ગોપીનાથજી મદિરના ચેરમેન હરીજીવન સ્વામી સહિતના લોકો હાજર રહ્યા હતા. જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જ્યાં તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હાજર લોકો દ્વારા લોકડાઉન જે કામગીરી કરવામાં આવી તે અંગેના પ્રતિભાવ લોકો સમક્ષ રજુ કરી હતી. ત્યારબાદ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બર મનીષ બિસ્નોઈ દ્વારા બોટાદ જિલ્લા પોલીસ શ્ સામાજિક સંસ્થા સેવા વતી બોટાદ એસપી હર્ષદે મહેતાને રેકોર્ડનું પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/