fbpx
ગુજરાત

પ્રેરણા” રીટાયર્ડ થવાની ઉંમરે વિદ્યાર્થીઑ માટે રી ટ્રાય કરતા ૮૦ વર્ષના યુવાન ડો.એ.આર.પરીખ

અમદાવાદ  રીટાયર્ડ થવાની ઉંમરે વિદ્યાર્થીઓ માટે રી ટ્રાય કરતા ૮૦  વર્ષના યુવાન ડો.એ.આર.પરીખસાહેબ ઊપર  નુ શિર્ષક વાંચીને  આશ્રર્ય થાય. “આઇ એમ  ૮૦  યર્સ યંગ” એમ કહીને કોલેજના વિદ્યાર્થીઓને પોતાની ઓળખ આપતા ડો. અરુણકુમાર આર. પરીખ કેમેસ્ટ્રી વિષય ની હરતી ફરતી ડિક્શનરી સમાન છે. તેઓ ૮૦ વર્ષ ના વયોવૃદ્ધ નહી પરંતુ યુવાન અને અડગ મનોબળ અને અખુટ અનુભવ ધરાવતા વ્યક્તિ  છે.  તેઓ ૬૦ વર્ષથી વધુનો શૈક્ષણીક અનુભવ ધરાવે છે. ૯૦  થી પણ વધારે વિદ્યાર્થીઓ તેમના માર્ગદશન નીચે પી.એચ.ડી કરી ચુક્યા છે. ૧૨ થી પણ વધારે ઇન્ટરનેશનલ કોલોબ્રેશન ધરાવતા પરીખ સાહેબ આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. નેશનલ અને ઇન્ટરનેશનલ જનરલમાં એમના ૪૦૦ થી પણ વધારે રિસર્ચ પેપર પ્રકાશિત થઈ ચૂક્યા છે.પરીખ સાહેબે અનેક સંસ્થાઓ સાથે જોડાઈને હજારો વિધાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.૧૦  વર્ષ એલ.જે યુનિવર્સિટી મા ફરજ બજાવ્યા બાદ  તેઓ હવે  સિલ્વર ઓક યુનિવર્સિટી સાથે જોડાઈ ને વિદ્યાર્થીઓને તેમના અનુભવનો લાભ આપશે. પરીખ સાહેબ ને તેમના વિધાર્થીઓએ કેમેસ્ટ્રીના ભીષ્મ પિતામહ નુ બિરુદ આપ્યુ છે. આ અંગે વાત કરતા પરીખ સાહેબે કહ્યુ કે, બી.એસ.સી. અને એમ.એસ.સી. માં અભ્યાસ કરતા તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ  રહયા હતા અને ત્યારબાદ તેમણે એમ.જી સાયન્સ કોલેજમાંથી તેમનું પી.એચ.ડી. પુરુ કર્યુ ત્યારબાદ ૨૮  વર્ષની ઉંમરે વિરાણી સાયન્સ કોલેજના પ્રિંન્સિપાલ બન્યા.ત્યારબાદ તેમણે  ભાવનગર યુનિવર્સિટી, પી.પી ઇન્સ્ટીયુટમાં પણ  ફરજ બજાવી છે.ત્યારબાદ રાજકોટ મા ગુજરાત યુનીવર્સીટી ડીપાર્ટમેન્ટ શરૂ કર્યુ અને ત્યા ૨૨ વર્ષ પ્રોફેસર તરીકે ફરજ બજાવી ત્યારબાદ ૨૦૧૦  માં એલ.જે યુનિવર્સિટી સાથે જોડાયા.પરિખસાહેબ શૈક્ષણીક જગતની જીવતી જાગતી મિશાલ છે અને તેમનું જીવન દરેક લોકો માટે પ્રેરણાદાયી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/