કો – ઓપરેટીવ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ( કોરડેટ – કલોલ ખાતે અગ્રણી ખેડૂત અને સહકારી આગેવાન જે.પી.વઘાસીયાની નિમણૂંક
દિલીપ સંઘાણી જેન્તીભાઈ પાનસુરીયા , ભાવનાબેન ગોંડલીયા , તુષાર જોશી , શૈલેષ પરમારે એ પાઠવી શુભેચ્છા મોટા આકડીયાના અગ્રણી ખેડૂત અને જાણીતા સહકારી આગેવાન જે.પી.વઘાસીયાની કલોલ સ્થિત કો – ઓપરેટીવ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ( કોરડેટ ) મા નિમણુંક થતા સહકારી ક્ષેત્રે આનંદની લાગણી વ્યાપી છે . અનેક સહકારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વઘાસીયાની નિમણૂંક ને રાષ્ટ્રિય સહકારી અગ્રણી – ખેડૂત નેતા દિલીપ સંઘાણી , જીલ્લા સહકારી ખરીદ – વેંચાણ સંઘના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા , મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા , શહેર ભાજપ પ્રમુખ તુષાર જોશી અને શૈલેષ પરમાર એ આવકાર સાથે અભિનંદન પાઠવ્યાનું યાદીમાં જણાવાયેલ છે .
Recent Comments