fbpx
ગુજરાત

પોલીસ બેડામાં પગાર મોડો થશે? મેસેજ મળતાં પોલીસકર્મીઓમાં ભારે ચકચાર



ગુજરાત પોલીસ બેડામાં હાલ એક મેસેજે ભારે ચકચાર જગાવી છે. આ મેસેજનો ભાવાર્થ એવો થાય છે કે આ મહિને પગાર થોડો મોડો આવશે અને લોનનાં હપ્તાની વ્યવસ્થા કરી લેવા માટે જણાવાયું છે. અમુક પોલીસ કર્મીઓને મોબાઈલમાં આ પ્રકારના મેસેજ મળતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસ બેડમાં ફરજ બજાવતાં કર્મચારીઓને આજે પગાર મોડો આવશે તેવો એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે પગાર બિલો દાખલ કરવામાં આવેલ નથી. જેથી જે અધિકારી/કર્મચારીઓનાં લોનના હપ્તા તા.૦૧ થી ૦૫માં આવતાં હોય તેઓએ લોનના હપ્તા જેટલી રકમની વ્યવસ્થા કરી લેશો. હિસાબી શાખા, ગાંધીનગર.
આ મેસેજ મળતાં પોલીસ કર્મીઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. અને પોલીસ બેડામાં આ મહિનાનો પગાર મોડો થશે તેં બાબતને લઇને કુતૂહલ સર્જાયું હતું. અને આ મેસેજ અમુક પોલીસ કર્મચારીઓને જ આવ્યા હતા. જેને કારણે કોને કોને આવા મેસેજ આવ્યા તેવા ગણગણાટ પણ પોલીસ બેડામાં શરૂ થઈ ગયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/