fbpx
ગુજરાત

જંત્રી રિવાઈઝ નહી થવા મુદ્દે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારને નોટિસ

રાજ્યમાં જમીન-મકાનોની ખરીદી સમયે ચુકવાતી જંત્રીમાં છેલ્લા ૧૦ વર્ષથી કોઈ જ વધારો નહી કરાયો હોવા મુદ્દે સુરતના અરજદારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય નાણા મંત્રાલય, રાજ્ય સરકાર, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ, સુરત કલેક્ટર, મહેસુલ વિભાગ અને શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી છે, કોર્ટે વધુ સુનાવણી છ અઠવાડીયા બાદ મુકરર કરી છે. આ કેસની વિગત એવી છે કે સુરતના ખેડૂત ભીખુભાઈ જગુભાઈ પટેલે જંત્રી રિવાઈઝ કરવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી પણ હાઈકોર્ટે આ અરજી જેન્યુઈન નહી હોવાનું કહીને ફગાવી હતી. હાઈકોર્ટ બાદ ભીખુભાઈએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર સહિતનાને નોટિસ ફટકારી છે.

અરજદારે અરજીમાં જણાવ્યુ છે કે જંત્રીનો ઉપયોગ માત્ર સ્ટેમ્પ ડ્યુટી માટે જ નથી થતો પણ અલગ અલગ ૨૦ કાયદામાં તેનો ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૧થી ગુજરાત સરકારે જંત્રીને રિવાઈઝ કરી જ નથી જેના પગલે એક સમાંતર અર્થતંત્ર ઊભુ થઈ રહ્યુ છે અને સરકાર તેનું બજેટ બેલેન્સ કરવા માટે અન્ય જીવનજરુરી ચીજાે સહિતની વસ્તુઓ પર ટેક્સ વધારી રહી છે. જંત્રી ઓછી હોવાના કારણે ખેડૂતોને દસ્તાવેજ નીચો બને છે અને ઉપરના બે નંબરના નાણાં લેવા પડે છે. પરિણામે ભ્રષ્ટાચાર અને સામાજિક દુષણોને બળ મળે છે. ભ્રષ્ટાચારીઓ અને બે નંબરની આવક ધરાવનારાઓ તેમના કાળા નાણાનું રોકાણ જમીનમાં કરે છે અને એ રીતે જમીનના બજારભાવ સતત વધતા રહ્યા છે,

પણ તેની સામે જંત્રીમાં કોઈ જ વધારો કરાયો નથી. હાલ જમીનના બજારભાવ છેલ્લા કેટલાક વર્ષમાં ૪૦૦થી ૧૪૦૦ ગણા વધ્યા છે. જેની સામે જંત્રીનો દર ૪.૯ ટકા છે અને સ્ટેમ્પ ડ્યુટી (રજિસ્ટ્રેશન ફી) એક ટકા છે. અરજદારે એડવોકેટ કુમારેશ ત્રિવેદી મારફત સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારની રજૂઆતને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યુ હતુ કે જંત્રી રિવાઈઝ નહી થવાની સમસ્યા માત્ર ગુજરાત જ નહી પણ દેશભરમાં પ્રવર્તી રહી છે. જેના પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી વધુ સુનાવણી છ અઠવાડીયા બાદ મુકરર કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/