fbpx
ગુજરાત

સરખેજ-ગાંધીનગર હાઇવે પર મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત

સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે રસ્તા પર દીપડો ઢળી પડ્યો હોવાનું જાેતાં જ રાહદારીઓ અને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.ખેતરોમાં વનવિભાગને દિપડાના પંજાના બે અલગ અલગ નિશાન જાેવા મળ્યાં છે. દિપડો રાત્રે ૩ વાગ્યાની આસપાસ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ દ્વારા દિપડો ક્યાંથી આવ્યો તેની તપાસ હાથ ધરવામાં પણ આવી છે. સનાથલબ્રિજ પાસે કોઈ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હોવાનું આસપાસના લોકોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે હજી ૧૫ દિવસ પહેલાં વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી.

ગત જાન્યુઆરી ૨૦૨૧માં વનમંત્રી ગણપત વસાવાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીપડાની સંખ્યામાં ૨૦ ટકા વધારો થયો છે. વર્ષ ૨૦૦૬માં થયેલી વસતિ ગણતરી મુજબ ૧૦૭૦ દીપડાઓ હતા, જે વર્ષ ૨૦૧૧માં ૧૧૬૦ થયા હતા. ત્યાર બાદ ૨૦૧૬માં દીપડાઓની સંખ્યા ૨૦.૨૫ ટકા વધીને ૧૩૯૫એ પહોંચી હતી. આમ એક દાયકામાં દીપડાઓની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો થયો હતો. કુલ દીપડાઓમાં ૩૪ ટકા દીપડાઓ એટલે કે આશરે ૪૭૦થી વધુ માનવ વસતિની આસપાસ વસવાટ કરે છે.

દીપડો હિંસક પ્રાણી હોવાથી તેનો વસતિ વધારો હાલ ખેડૂતો, રાજ્ય સરકાર અને વન વિભાગ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે. એપ્રિલ ૨૦૨૦માં ગાંધીનગર નજીક કોલવડાસ્થિત સ્ટેટ મોડેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદિક સાયન્સ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલની તૈયારી ચાલી રહી હતી ત્યારે સવારના સમયે દીપડો અંદર ઘૂસી આવતાં દોડધામ મચી ગઈ હતી. એક કર્મચારીએ દીપડાને ઓરડામાં પૂરી દીધો હતો. જ્યાર બાદ ફોરેસ્ટ વિભાગે દીપડાને બેભાન કરીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/