fbpx
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક જામ કેમ કર્યો છે એમ પૂછતાં કોન્સ્ટેબલનો શર્ટ ફાડી નાખ્યો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ તેમજ હુમલાના બનાવો વધ્યા છે. જાણે નાગરીકોમાં પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ પોલીસ પર હુમલો કરતાં હોય છે. આવો જ એક કિસ્સો રખિયાલમાં સામે આવ્યો છે. જેમાં એક શખ્સે ટોળું ભેગું કરીને ટ્રાફિક જામ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી. તે દરમિયાન પોલીસે ટ્રાફિક જામ કરનારા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરતાં તેની માતા સહિત અન્ય બે મહિલાઓએ બૂમાબૂમ કરતાં પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હતી. તે દરમિયાન ટ્રાફિક જામ કરનારા શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરીને ત્યાંથી નાસી ગયો હતો.

આથી રખિયાલ પોલીસે ટ્રાફિક જામ કરનાર શખ્સ તેની માતા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રખિયાલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નૂર મહમ્મદ હોટલ પાસે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર કેટલાક લોકોનું ટોળું ભેગું થયું હતું. આથી પોલીસ ત્યાં પહોંચી હતી. જે બાદ પોલીસ ટોળું ભેગું કરવા પાછળનું કારણ પુછતાં મોહમ્મદ આરીફ કુરેશી નામના શખ્સે ત્યાં ટ્રાફિક જામ કરી બૂમાબૂમ કરી હતી.

જેથી પોલીસે આરીફને પકડીને ગાડી પાસે લાવી હતી. તે દરમિયાન આરીફની માતા અને અન્ય બે મહિલાઓ ત્યાં આવીને પોલીસની કામગીરીમાં રૂકાવટ કરીને બૂમાબૂમ કરી મૂકી હતી. જેનો લાભ ઉઠાવીને આરિફે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરીને વર્દી ફાડી નાંખીને ત્યાંથી ભાગી ગયો હતો. ઝપાઝપી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને આંખ અને ગળાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અંગે રખિયાલ પોલીસના અશ્વિનભાઈએ મોહમ્મદ આરિફ અને તેની માતા શનાબાનુ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/