fbpx
ગુજરાત

ધાબા પર પ્રેમી સાથે ઉભેલી યુવતીને માતા-પિતા જાેઈ જતાં ત્રીજા માળેથી લગાવી છલાંગ

સુરતના બમરોલી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે પ્રેમી સાથે ત્રીજા માળે ધાબા પર ઉભેલી યુવતી માતા-પિતાને જાેઈને ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. જેને કારણે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવતીને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બમરોલી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીને શનિવારે રાત્રીના માથા અને ગુપ્તભાગે થયેલી ઈજાની અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. શરૂઆતમાં આ યુવતીને ત્રીજા માળે ધાબા પરથી કોઈએ ધક્કો મારી દેતાં નીચે પટકાઈ હોવાની વાત ચાલી હતી.

પાંડેસરા પોલીસની તપાસ દરમિયાન જૂદી જ હકીકત સામે આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં આ યુવતી તેણીના અંકિત નામના પ્રેમી સાથે ત્રીજા માળે ટેરેસ પર ઉભી હતી. બંનેને માતા-પિતાએ જાેઈ લેતાં યુવતી ડરી ગઈ હતી. અને ત્રીજા માળેથી નીચે કૂદી પડી હતી. હાલ યુવતી સિવિલમાં સારવાર હેઠળ છે. વીડિયોગ્રાફી સાથે યુવતીનું નિવેદન પોલીસે લીધું છે.

વધુમાં મળતી માહિતી મુજબ આ યુવતીએ ગત વર્ષે જ ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરી છે. તેણીનો અંકિત સાથે પ્રેમ સંબંધ હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે. રાત્રીના પુત્રી સાથે ઉભેલાં અંકિતને તેણીના માતા પકડવા દોડી હતી. ત્યારે અંકિત માતાને ધક્કો મારીને ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/