અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં લવજેહાદને લઇ ફરિયાદ

અમદાવાદ શહેરમાં વધુ એક લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે પોતાની ઓળખ છૂપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને તેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું. જાે કે અંતે નરાધમ યુવક નો ભાંડો ફૂટી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શહેર ના આનંદ નગર વિસ્તારમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. આનંદ નગર મા રહેતી યુવતીને વિધર્મી યુવકે પોતે હિન્દુ હોવાની ઓળખ આપીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી.
ભાગવા તેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું. જાે કે અંતે આ યુવક વિધર્મી હોવાની જાણ થતાં જ યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતી નો આરોપ છે કે આરોપી તેને ચોટીલા, સાણંદ, જૂનાગઢ અને જુહાપુરા લઈ ગયો હતો. આજ થી લગભગ ૧૪ મહિના અગાઉ આરોપી યુવતી ના ઘરે ઇલેક્ટ્રિક કામ કરવા માટે આવ્યો હતી અને ત્યારબાદ બંને એક બીજા ના સંપર્ક માં આવ્યા હતા.
બાદમાં આરોપી એ યુવતી ને પોતાનું નામ પીન્ટુ ઠાકોર હોવાનુ કહીને તેને પ્રેમ જાળ માં ફસાવી હતી. ફરિયાદી નો આરોપ છે કે આરોપી તેને મારઝૂડ પણ કરતો હતો. યુવતી એ પોલીસ ફરિયાદ કરતા પોલીસ એ આરોપી ને ઝડપી લીધો છે. જેનું નામ રમઝાન ઘાંચી અને પોતે જુહાપુરા નો રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે. હાલ માં પોલીસ એ આરોપી ની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments