આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ, મનીષ સિસોદીયા આવશે અમદાવાદ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. દરેજ પક્ષ ચૂંટણીમાં વિજયી થવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યો છે. ગુજરાતમાં પગદંડો જમાવી રહેલા આપ પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર જાેવા મળી છે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયા ૬ ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. આગામી ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવતા કાર્યકરોમાં ખુશીનું મોજું જાેવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં મનીષ સિસોદિયા માટે બે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. સિસોદીયાના આગમન પગલે આપ કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ ને લઈને પણ કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
Recent Comments