fbpx
રાષ્ટ્રીય

સરકારનો કોરોનાથી ૧૬૨ ડોક્ટરોનાં મોતનો દાવો, આઈએમએએ ઉઠાવ્યા સવાલ

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સભામાં કોરોના વાયરસથી દેશમાં કુલ ૧૬૨ ડોકટર્સનાં મોતનાં આંકડા પર ચોંકી જતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ દાવો કર્યો હતો કે મૃત્યુઆંક ૧૬૨ નહી પણ વધારે છે. આપને જણાવી દઇએ કે, આરોગ્ય રાજ્યમંત્રી (એમઓએસ) અશ્વિની કુમાર ચૌબેએ સંસદનાં ઉચ્ચ ગૃહને માહિતી આપી હતી કે, દેશમાં અત્યાર સુધીમાં ૧૬૨ ડોકટર્સ, ૧૦૭ નર્સ અને ૪૪ આશા વર્કર્સ કોવિડ-૧૯ વાયરસથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ કહ્યું છે કે, દેશમાં કોવિડ-૧૯ ને કારણે ૭૩૪ ડોકટર્સે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આઇએમએ એ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેને એક પત્ર લખીને જણાવ્યું છે કે, એસોસિએશનની પાસે ઉપલબ્ધ વિગતો અનુસાર મોતનો આંકડો સરકાર પાસે ઉપલબ્ધ આંકડાથી વધારે છે. હવે આઇએમએ એ કહ્યું હતું કે, કોરોના વાયરસને કારણે આજ સુધીમાં ૭૩૪ ડોકટર્સે જીવ ગુમાવ્યો છે,

જેમાંથી ૪૩૧ સામાન્ય પ્રેક્ટિશનર છે. આઇએમએ એ કહ્યું, ‘દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, ૨૫ ડોક્ટરો ૩૫ વર્ષથી ઓછી ઉંમરનાં હતા. તેમ છતાં, ડોકટરોએ ઉંચા વાયરલ લોડ અને ઉંચા કેસ ફૈટેલિટિ રેશિયોનો સામનો કરવો પડ્યો પરંતુ તેમણે તબીબી વ્યવસાયની શ્રેષ્ઠ પરંપરાઓમાં દેશની સેવા કરવાનું પસંદ કર્યું. ભારત સરકાર આ હકીકતને સ્વીકારવામાં અને મહત્વ અને માન્યતા આપવામાં નિષ્ફળ ગઈ.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/