કોરોના વેક્સીનેશનઃ અમદાવાદમાં હેલ્થ વર્કર્સના બદલે ૨ નાગરિકોને અપાઈ રસી

કોરોના મહામારી બાદ સૌ કોઈ આતુરતાથી કોરોના રસીનું રાહ જાેઈ રહ્યા છે. હાલમાં દેશમાં હેલ્થ વર્ક્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને કોરોના રસી આપવામાં આવી રહી છે. પણ ભારત દેશમાં બેઈમાનીનું સ્તર એટલું ચિંતાજનક છે કે આ મહામારીના સમયમાં પણ લોકો દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે. અમદાવાદમાં કોરોના રસીકરણમાં પોલંપોલનો કિસ્સો સામે આવ્યો છે. જે બે હોસ્પિટલો દ્વારા હેલ્થ વર્કર્સને બદલે ખાનગી લોકોને રસી આપી દીધી છે. આ મામલે હેલ્થ વિભાગ દ્વારા સાંનિધ્ય અને જીસીએસ હોસ્પિટલને નોટિસ ફટકારી છે.
કોરોના મહામારીના સમયમાં રસીકરણને લઈ હોસ્પિટલો દ્વારા કૌભાંડ આચરતું હોવાનું ચકચારી કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય લોકો હજુ પોતાને કોરોના રસી ક્યારે મળશે તેની રાહ જાેઈ રહ્યા છે. તેવામાં હોસ્પિટલ તંત્ર દ્વારા પોતાના મળતિયાઓને કોરોના રસી આપી દેવામાં આવી રહી છે. અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની સાંનિધ્ય હોસ્પિટલ અને ઉત્તર ઝોનમાં આવેલી જીસીએસ હોસ્પિટલ દ્વારા હેલ્થ વર્કર્સને બદલે ખાનગી લોકોને રસી આપ્યો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.
હાલના આદેશ મુજબ હેલ્થ વર્કર્સને જ રસી આપવામાં આવવાની છે. તેવામાં આ બંને હોસ્પિટલો દ્વારા ખાનગી લોકોને રસી આપી હોવાનો પર્દાફાશ થતાં હેલ્થ વિભાગ હરકતમાં આવી ગયું હતું. અને આ મામલે બંને હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. અને બે દિવસની અંદર ખુલાસો માગવામાં આવ્યો છે. જાે ખુલાસો નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Recent Comments