fbpx
ગુજરાત

સુરતમાં ટિકિટ ન મળતા નારાજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાર્ટી ઓફિસમાં કરી તોડફોડ

સુરત કાૅંગ્રેસ કાર્યાલયમાં તોડફોટ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. ચૂંટણી સમયે ટિકિટ નહીં મળતા આવી તોડફોડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, કાૅંગ્રેસના કાર્યકરોએ પોતાના નામની છેલ્લે સુધી રાહ જાેઇ પરંતુ અંતે પક્ષે આયાતી ઉમેદવારો એટલે કે ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા કાર્યાલયમાં તોડફોડ કરીને કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યાનું કહેવાઇ રહ્યું છે. જેના કારણે કાૅંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો છે.

કાૅંગ્રેસની અંદરનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાર્યકર્તાઓમાં ટિકિટ વહેંચણી અંગે ભારે નારાજગી વ્યાપી રહી છે. સુરત શહેરના પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ કાૅંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં પર બેઠા છે. કાૅંગ્રેસ બચાવોના અભિયાન સાથે તેઓ ધરણાં પર બેઠા છે.

તો બીજી તરફ શુક્રવારે, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિયમોમાં અનુભવી કોર્પોરેટરોના પત્તા કપાઈ ગયા હતા. જાહેર કરાયેલા ઉમેદવારો અંગે વિવિધ ૭ જેટલા વોર્ડોમાં દાવેદારો અને તેમના સમર્થકોમાં અસંતોષ પ્રવર્તતા શુક્રવારે કાર્યકર્તાઓનો ઘસારો દિવસભર પાટિલની અંબાનગર કાર્યાલયે તથા ઉધના કાર્યાલય ખાતે રહ્યો હતો. જાહેર કરાયેલા ઉમેદવારો સામે નારાજગી અને પોતાને ટિકિટ નહી મળી હોવા અંગેની રજૂઆતો કરવામાં આવતી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/