પ્રાંતિજના મજરા પાસે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માતઃ કારમાં આગ લાગતા મહિલા બળીને ભડથું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ ત્રિપલ અકસ્માત બાદ સીએનજી કારમાં આગ લાગી હતી. આગના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અકસ્માત એકનું મોત થયું છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત થયું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
Recent Comments