fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં લગ્નપ્રસંગમાં માતાજીની માનતાને નામે બકરાની બલી ચડાવતો વીડિયો વાયરલ

મોરબીમાં લગ્નપ્રસંગમાં માતાજીની માનતાને નામે બકારની બલી ચડાવવાનો વીડિયો વાઈરલ થતા જીવદયા પ્રેમીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે તો બીજી તરફ આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોરબીમાં પશુ બલીનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ત્રણ સરદારજી હાથમાં તલવાર લઈને ત્રણ બકારના માથા કાપતા જાેવા મળતા આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ જીવદયા કામ કરતા ચેતનભાઈ પાટડીયા અને જીતુભાઈ ચાવડાનો તેમણે સંપર્ક કર્યો હતો ને વીડિયોની તપાસ કરતા વીડિયો મોરબીના સો ઓરડી માળિયા વનાળીયામાં રહેતા સરદારજી પરિવારનો હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે વિહિપ પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ બી ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસનીશ પોલીસ અધિકારી ફિરોજભાઈના જણાવ્યા મુજબ જીતસિંગના ઘરે તા.૦૩ના રોજ લગ્નપ્રસંગ હોય જે પ્રસંગે તેમના સગા યુવરાજસિંગ જીતસિંહ બાવરી રહે સો ઓરડી મોરબી તેમજ અમરસિંગ માયાસિંહ બાવરી રહે. મહેસાણા અને સનીસિંગ ન્યાલસિંગ બાવરી રહે લીલીયા તા. અમરેલીએ ત્રણ ઈસમોએ ત્રણ બકારના માથા ધડથી અલગ કરી મારી નાખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે હજુ આરોપીઓ ઝડપાયા નહોવાનું જાણવા મળ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/