fbpx
ગુજરાત

ધરમપુરના ગામડામાં રાત્રીના સમયે આંટાફેરા મારતા દીપડાનો વીડિયો વાઈરલ

દક્ષિણ ગુજરાતના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો ફરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. છેલ્લા ૨૦ દિવસથી ગામની પાદરે દીપડાએ ધામા નાંખ્યા હોવાની વાતથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેવામાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ધરમપુરના ગ્રામ્ય પંથકમાં રાત્રીના સમયે દીપડાના આંટાફેરા ત્યાંથી પસાર થતાં લોકોએ મોબાઈલમાં કેદ કરી લીધા હતા અને આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામ ખાતે છેલ્લા કેટલા દિવસથી અવારનવાર દીપડો જાેવા મળતા લોકોમાં ભયનો માહોલ છે. ગત રોજ ઢોલ ડુંગરીના કસાડ ફળીયામાં ટેકરા નીચે કારમાં પસાર થતાં લોકોને દીપડો દેખાતા તેમણે આ ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી. સાંજ અને રાત્રીના સમયે દીપડો પોતાના પંથકમાં ફરતો હોવાની વાતથી ગ્રામજનો ભયના માર્યા ઘરની બહાર નીકળી શકતા નથી.

દીપડાના ભયથીગ્રસ્ત ગ્રામજનોએ આ પંથકમાં પાંજરુ મુકીને દીપડાને પકડવામાં આવે તેવી માગ કરી છે. ધરમપુરના ગ્રામ્ય પંથકમાં દીપડાએ દેખા દીધા બાદ વલસાડ વન વિભાગ હરકતમાં આવ્યું છે. જે વિસ્તારમાં દીપડો હોવાના સગડ મળી રહ્યાં છે અથવા તો ગ્રામજનો દ્વારા દીપડો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પાંજરૂ મુકીને દીપડાને પકડવાની કામગારી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/