fbpx
સૌરાષ્ટ - કચ્છ

ચોટીલા નજીક સુરજદેવળ ગામમાં કાઠી સમાજનું મહાસંમેલન

ચોટીલા નજીક સુરજદેવળ ગામમાં કાઠી સમાજનું આજે મહાસંમેલ યોજાયુ. ત્યારે રાજકોટ, ભાવનગર, અમેરલી, જુનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાના લોકોને જસદણના આટકોટ પાસેથી પસાર થવું પડે છે. આથી આટકોટના સરદાર પટેલ સર્કલ પાસે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ દરેક વાહનનું રાત્રિથી જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આટકોટથી જસદણ તરફ જતા રસ્તા પર પોલીસે ચેકિંગ હાથ ધર્યુ છે.

આટકોટ પોલીસ સ્ટેશનના કે.પી. મેતા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ચેકિંગમાં ઉતારી દેવામાં આવ્યો છે. આટકોટથી જસદણ તરફ જતા દરેક વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચોટીલા પાસે આવેલા સુરજદેવળ ગામે કાઠી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે. ત્યારે કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે આટકોટ પોલીસે આગોતરૂ આયોજન કરી જસદણ તરફ જતા રસ્તા પર પોલીસ કાફલો ઉતારી દીધો છે અને સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. જસદણ તરફ જતા રસ્તા પર મોબાઇલ વાન સહિત પોલીસ ગાડીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/