fbpx
ગુજરાત

પાટીલની મનમાની પર રાજકોટના ૧૦૦ નેતાઓના ગાંધીનગરમાં ધામા નાખ્યા

રાજ્યની મહાનગરપાલિકોની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપલિકાના ભાજપના ઉમેદવારોએ તો પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. ત્યારબાદ હવે રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકના મામલે ભાજપના ૧૦૦થી વધુ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારો ફાઇનલ કરવાની કવાયત તેજ બની છે. ભાજપના રાજકોટ જિલ્લામાંથી ૧૦૦ જેટલા આગેવાનો આજે ગાંધીનગર પહોંચ્યા છે.

કેટલીક બેઠક પર જૂથવાદ અને જ્ઞાતિવાદ વકર્યો હોય બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગાંધીનગરમાં એક કેબિનેટ પ્રધાનના બંગલે રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ અને તાલુકાઓની ૨૦૨ બેઠકો પર નામ નક્કી કરવા મોડી રાત સુધી ચર્ચા ચાલશે. કાલે રવિવારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. રાજકોટ જિલ્લામાં ટીકીટ માટે બે કેબિનેટ મંત્રીઓ પણ રસ લઈ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/