fbpx
ગુજરાત

વડોદરામાં તક્ષ ગેલેક્સી બંગલોઝમાં ૨ વર્ષથી પાણી ન મળતા રહીશો મતદાનનો બહિષ્કાર

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લઇને પ્રજામાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આવેલા તક્ષ ગેલેક્સી બંગલોઝના રહીશોએ પાણીની સમસ્યાને લઇને માટલા ફોડીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ર્નિણય કર્યો છે. વડોદરા શહેરના છેવાડે આવેલી વાઘોડિયા ચોકડી પાસે આવેલા તક્ષ ગેલેક્સી બંગલોઝના રહીશોને પાલિકા દ્વારા પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. સોસાયટીમાં ટેન્કરથી પાણી મંગાવવુ પડે છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.

બંગલોઝના રહીઓએ આજે ભેગા થઇને પાલિકા સામે વિરોધ કર્યો હતો અને સોસાયટીના ગેટ સામે માટલા ફોડ્યા હતા અને પાલિકા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તક્ષ ગેલેક્સી બંગ્લોઝના ૧૬૦થી વધુ મકાનોના રહીશોએ ભેગા મળીને પાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો ર્નિણય કર્યો છે. તક્ષ ગેલેક્સી બંગલોઝ પ્રમુખ કિશોરભાઇએ જણાવ્યું હતું કે, વોર્ડ નં-૫માં અમારી સોસાયટી આવેલી છે. વર્ષ-૨૦૧૯માં અમારી સોસાયટીનો પાલિકામાં સમાવેશ થઈ ગયો હતો અને ત્યાર બાદ અમે પાલિકાના પાણી સહિતના વેરા બિલો ભરીએ છીએ, તેમ છતાં પાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી પાણીની સુવિધા પુરી પાડવામાં આવી નથી.
અમે વુડા અને પાલિકા બંનેમાં ટેક્સ ભર્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અને તેઓએ અમને સમસ્યાનું સમાધાન થઈ જશે, તેવી બાંહેધારી આપી હતી, જાેકે, ૪ મહિનાનો સમય વિતી ગયો છે અને ચૂંટણી આવી ગઈ હોવા છતાં અમારી પાણીની સમસ્યાનું સમાધાન થયું નથી, જેથી અમે આજે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ર્નિણય કર્યો છે. અમારી માંગણી છે કે, જલ્દીમાં જલ્દી અમારી પાણીની સમસ્યાનું સમાધાન કરવામાં આવે, નહીં તો અમે મતદાન નહીં કરીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/