fbpx
ગુજરાત

એમએસયુનો ફેક પરિપત્રઃ ૪ શકમંદની પૂછતાછ, આઇપી એડ્રેસને આધારે તપાસ શરૂ

મ.સ.યુનિ.ના સત્તાધીશોના નામે વાઇરલ કરાયેલા બોગસ પરિપત્રને ફેક ગણાવીને સાઇબર ક્રાઇમ બ્રાન્ચે પરિપત્ર બનાવી વાઇરલ કરનારા શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે બનાવની ગંભીરતા જાેઇ જાતે જ સંજ્ઞાન લઇને બોગસ પરિપત્ર કોણે બનાવ્યો હતો તેની તપાસ શરુ કરી હતી અને ચાર શકમંદોની પુછપરછ કરી હતી. આઇપી એડ્રેસના આધારે વાયરલ કરનારાની શોધખોળ શરુ કરાઇ છે. એમએસયુના સત્તાધીશોના નામે બોગસ પરિપત્ર બનાવીને સોશિયલ મિડીયામાં વાઇરલ કરાયો હતો.

જેમાં એમએસયુના સત્તાધીશોના નામે ફેક લેટરપેડ બનાવી ૭ ફેબ્રુઆરી પહેલાં બોયફ્રેન્ડ બનાવી લેવો, એકલી છોકરીને કોલેજમાં પ્રવેશ નહીં, તેવું લખાણ લખવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવતા સક્ર્યુલરની આબેહૂબ કોપી તૈયાર કરીને તેના જેવો જ બોગસ સક્ર્યુલર તૈયાર કરી સોશિયલ મિડીયામાં શેર કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાનમાં આવતા શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરુ કરી હતી અને કોણે આ બોગસ પરિપત્ર બનાવ્યો હતો અને વાઇરલ કર્યો હતો.

તે સહિતના મુદ્દા પર આઇપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ બોગસ પરિપત્રનું ઉદભવ સ્થાન ટ્રેક કરાઇ રહ્યું છે. હાલ અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરાઇ છે. પોલીસે વિવિધ ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરીને ચાર જેટલા શકમંદોની પુછપરછ શરુ કરી હતી. પોલીસે બનાવની ગંભીરતા જાેઇને સામે ચાલીને સંજ્ઞાન લઇને તપાસ શરૂ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/