fbpx
ગુજરાત

બ્રેન ડેડ વાપી ભાનુશાલી સમાજના વૃદ્ધે ઓર્ગેન ડોનેટ કર્યા

વાપી નજીકના વલવાડામાં રહેતા અને કરમબેલેમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા ૬૦ વર્ષના વૃદ્ધના બ્રેન ડેડ બાદ ઓર્ગન ડોનેટ કર્યા હતા. આ ઓર્ગેનને નિયત સ્થળે પહોંચાડવા માટે પોલીસે નેશનલ હાઇવે જામ કરીને ગ્રીન કોરીડોરના માધ્યમથી સુરત અને ત્યારબાદ હવાઇ માર્ગે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. વલસાડ જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત શરીરના મહત્વના અંગોને દાન કરીને અન્યને નવજીવન આપવાનું મહત્વનું કાર્ય થયું છે.

મુળ ક્ચ્છના અબડાસા તાલુકાના સાંધણગામના વતની અને વર્ષોથી વાપી નજીકના વલવાડાગામે સાઇ મંદિરની બાજુમાં રહેતા અને કરમબેલામાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા ૬૦ વર્ષના રમેશભાઇ મીઠુભાઇ ભાનુશાલીને (મીઠિયા) ત્રણ દિવસ અગાઉ બ્રેન સ્ટોક થતાં તેમને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બે દિવસ સુધી કોમામાં રહ્યા બાદ તેઓ સંપૂર્ણ બ્રેન ડેડની હાલતમાં પહોંચી ગયા હતા. આખરે હોસ્પિટલના સંચાલક અને સમાજના અગ્રણીના અથાગ પ્રયાસ અને ગાયત્રી ડામાની સહાયથી રમેશભાઇના પરિવારે ઓર્ગેન ડોનેટ કરવાનો ર્નિણય લીધો હતો.

અમદાવાદની સિમ્સ હોસ્પિટલથી નિષ્ણાંત તબીબની ટીમ સોમવારે હરિયા હોસ્પિટલમાં પહોંચીને જરૂરી સર્જરી કરીને આંખ, કિડની અને લીવર જેવા મહત્વના ઓર્ગન લેવાયા હતા. ઓર્ગનને ગ્રીન કોરીડોરના માધ્યમથી હાઇવે જામ કરીને બાયરોડ સુરત સુધી અને ત્યારબાદ હવાઇ માર્ગે અમદવાદ લઇ જવાશે. પિતાએ અગાઉ તેમના મૃત્યુ બાદ આંખ દાન કરવાની જાહેરાત કરી હતી જાેકે, બ્રેન ડેડ થયા બાદ હોસ્પિટલના સંચાલકો અને સમાજના અગ્રણી દ્વારા જરૂરી સમજણ અપાતાં આખરે લીવર અને કિડનીનું પણ દાન કરાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/