fbpx
ગુજરાત

સુરતમાં ૧ દિવસમાં ૩ અકસ્માત, એકનું મોત, સૂતેલાં લોકો પર બસ ચઢી

બુધવારનો દિવસ સુરત શહેર માટે ગોઝારો સાબિત થતાં અકસ્માતોની વણઝાર લાગી હતી. સુરતમાં એક જ દિવસમાં અકસ્માતનાં ત્રણ બનાવો સામે આવ્યા છે. આ અકસ્મતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે ૪ લોકોને ઈજાઓ પહોંચી છે. પુણામાં ખાનગી બસે ડિવાઈડર પર સૂતેલાને કચડી માર્યો હતો જ્યારે ઉધનામાં બેકાબૂ કારે ૩ વાહનને અડફેટે લીધા જેમાં ૩ ઘાયલ થયા હતા. જ્યારે વેસુ વિસ્તારમાં કાર પલટી જતાં ચાલક ઘાયલ થયો હતો. સુરતના પુણા વિસ્તારમાં ગંગા હોટેલ નજીક એક બસે ફૂટપાથ પર સૂતેલાં લોકોને કચડી માર્યા હતા. લાલ દરવાજા તરફથી આવતી જીજે ૫ ઝેડ ૧૪૦૨ નંબરની બસના બસચાલકે ડિવાઈડર પર સૂતેલાં લોકોને અડફેટે લીધા હતા.

આ દ્રશ્યો જાેઈને તમામનાં હોંશ ઉડી ગયા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે સુરતના ઉધના વિસ્તારમાં એક બેકાબૂ કારે અકસ્માતોની હારમાળા સર્જી હતી. ઉધના દરવાજા પાસે કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ બેકાબૂ બનેલી રીક્ષા, સ્પાર્ક અને બાઈક ચાલકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ૩ ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરતના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પાસે કાર પલટી મારતાં કારચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્વિફ્ટ કારનાં ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી દીધી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વહેલી સવારે બનેલી આ ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/