fbpx
ગુજરાત

અમદાવાદ સહિત રાજ્યની ૪ મહાનગર પાલિકામાં કોંગ્રેસના ૭ ફોર્મ થયા રદ્દ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે રાજકારણ ગરમાયું છે. અમદાવાદ સહિત રાજ્યની ૪ મહાનગર પાલિકામાં કોંગ્રેસના ૭ ફોર્મ રદ્દ થઈ ગયા છે. જેમાં રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧માં કોંગ્રેસ ઉમેદવાર ભરત શિયાળે મેન્ડેટ વિના જ ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાથી તે રદ્દ કરવામાં આવ્યું છે. હવે કોંગ્રેસે ડમી ઉમેદવારના આધારે ચૂંટણી લડવી પડશે. આ સિવાય રાજકોટ વોર્ડ નંબર-૪ના ઉમેદવાર નારાયણભાઈ ૩ બાળકોના પિતા હોવાનું સામે આવ્યા બાદ તેમનું ફોર્મ રદ્દ થયું હતું. પાટીદાર સમાજ સાથે વિખવાદના કારણે ઉમેદવારી ફોર્મ ભરવાના આખરી દિવસે કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારે ફોર્મ ભરવાનો ઈન્કાર કર્યો હતો.

આ સિવાય અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં કોંગ્રેસના ૨-૨ ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે. જણાવી દઈએ કે, રાજ્યની ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે અમદાવાદમાં ૧૩૬ ફોર્મ, વડોદરામાં ૬૧, જામનગરમાં ૮૭, રાજકોટ માટે ૨૩૧ અને ભાવનગર મહાનગર પાલિકા માટે શુક્રવારે ૫૨ ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે અનેક ઉમેદવારો વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા. જેમાં સરદારનગર, નરોડા, કુબેરનગર, સૈજપુર-બોઘા, ઈન્ડિયા કોલોની, ઠક્કરનગર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, અસારવા અને શાહીબાગના ઉમેદવારોને પક્ષ તરફથી નિયત સમયે મેન્ડેટ ના મળવાના કારણે મોડુ થતાં તેઓ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા. જાે સુરતની વાત કરવામાં આવે તો, સુરતમાં કુલ ૧૧૮૬ ફોર્મ ભરાયા હતા.

જેમાંથી ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓ દ્વારા ૧,૧૮૬માંથી ૪૭૨ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, વારંવાર રિપીટ થતા ફોર્મને નામંજૂર કરાયા છે. આ સિવાય જરૂરી ડોકયુમેન્ટ ના હોવાના કારણે પણ ફોર્મ મંજૂર નથી કરવામાં આવ્યા. સુરતમાં ૧,૧૮૬ ફોર્મમાંથી ભાજપના ૧૨૦ , કોંગ્રેસના ૧૧૯ ફોર્મ તથા એનસીપીના ૨૯ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીમાં સૌથી વધુ ફોર્મ વોર્ડ-૨૮માંથી ૫૮ ફોર્મ ભરાયા છે. જેમાંથી ૩૫ ફોર્મ નામંજૂર થયા છે અને ૨૩ને મંજૂર કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/