fbpx
ગુજરાત

સૈયદપુરાનો તનવીર હાશમી બારડોલીમાં વેબ સિરીઝના નામે પોર્ન ફિલ્મ બનાવતો મુંબઈનો રેલો સુરત પહોંચ્યો, આરોપી તનવીર તા.૧૫ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ પર

શહેરના સૈયદપુરામાં રહેતો ૪૦ વર્ષીય તનવીર અકીલ હાશમી બારડોલીમાં બંગલો ભાડે લઈ તેમાં પોર્ન ફિલ્મ બનાવતો હોવાનું મુંબઈ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખૂલ્યું છે. આગામી દિવસોમાં મુંબઈ પોલીસ ફરી તપાસ માટે સુરત અને બારડોલી આવી શકે છે. વેબસિરીઝ બનાવવાના નામે સુરત અને તેની આજુબાજુના જિલ્લાઓમાં બંગલો કે ફાર્મ હાઉસ ભાડે લઈ તનવીરે શૂટિંગ કર્યાની આશંકા છે. તનવીરના પેન ડ્રાઇવ અને લેપટોપમાં ઘણી પોર્ન ફિલ્મો પણ હોવાની શંકા છે. જેની તપાસ કરાય તો ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

ઉપરાંત તનવીરના બેંકમાં ખાતાની પણ તપાસ કરાશે. શરૂઆતમાં તનવીર હાશમી મુંબઈમાં બંગલો ભાડે રાખી પોર્ન ફિલ્મ બનાવતો હતો પરંતુ બંગલાનું ભાડુ વધારે હોવાથી તેણે સુરત અને તેના નજીકના જિલ્લાઓમાં વેબ સિરીઝ બનાવવાના નામે ભાડેથી બંગલો લઈ પોર્ન ફિલ્મ બનાવતો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાંચની ટીમ સુરત આવી તનવીરને ઊંચકી ગઈ હતી. મુંબઇના મડ આઇલેન્ડ ખાતે પોર્ન મુવીનું શુટિંગની બાતમી મળતા મુંબઈ ક્રાઇમબ્રાંચે દરોડા પાડી ૫ને પકડ્યા હતા. ક્રાઇમબ્રાંચે આ કેસમાં ૯ સામે ગુનો નોંધ્યો છે. તનવીર હાશમીને કોર્ટમાં રજૂ કરતા ૧૫મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મળ્યા છે.

મુંબઈ, બારડોલી અને સુરતમાં કંઈ જગ્યાએ બંગલો ભાડે લઈ પોર્ન ફિલ્મ બનાવી તે અંગેની તપાસ કરાશે. તનવીરના ભાઈ પણ કોરિયોગ્રાફર હોવાની વાત છે. તનવીર ભાટપોરની એક હોટલની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટમાં ૫૦થી વધુના સ્ટાફ સાથે રહેતો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/