રાજકોટમાં ગુરૂવારે ૨૮ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. ૨૪ કલાકમાં શહેરમાં બે દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૧૫૫૮૯ પર પહોંચી છે. હાલ અલગ અલગ હોસ્પિટલમાં ૧૦૮ દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગુરૂવારે ૨૮ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લામાં કુલ કોરોનાના કેસ કરતા પણ વેક્સિન લીધી હોય તે લોકોની સંખ્યા વધી ચૂકી છે. દરરોજ ૪૦થી ૪૫ની સંખ્યામાં કેસ આવી રહ્યાં છે જ્યારે તેના કરતા ૧૦ ગણી સંખ્યામાં લોકો રસી લઈ રહ્યાં છે અને થોડા જ દિવસોમાં આ પૈકીના ઘણા લોકો બીજાે ડોઝ લીધા બાદ કોરોનાથી સુરક્ષિત પણ રહી શકશે.
આ ઉપરાંત હવે કોવેક્સિનનો ૫૫૦૦૦ ડોઝનો જથ્થો રાજકોટમાં આવ્યો છે. જાે કે જે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તે જ વેક્સિનનો બીજાે ડોઝ લેવાનો રહે છે કારણ કે, બંનેના પ્રકાર અલગ અલગ હોય છે. આ કારણે વેક્સિનેશનમાં નક્કી કરાયું છે કે હેલ્થ વર્કર અને અમુક વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સને કોવિશિલ્ડ અપાશે, જ્યારે શિક્ષકો, રેલવે સહિતને કોવેક્સિન અપાશે. આ માટે જથ્થાની ફાળવણી પણ કરી દેવાઈ છે જેને સૌરાષ્ટ્રના અલગ અલગ કેન્દ્રો પર મોકલાઈ છે.
Recent Comments