fbpx
ગુજરાત

સુરતમાં બેકારી-આર્થિક તકલીફને કારણે ચાર વ્યક્તિઓની આત્મહત્યા

સુરત શહેરમાં અલગ-અલગ બનાવમાં બેકારી અને આર્થિક તકલીફને કારણે ચાર વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. મૂળ મહેસાણાના વતની રાજેશ હેમજાણી (ઉં-૫૧) રાંદેર સ્થિત પ્રશાંતનગરમાં રહેતા હતા. કાપડની દુકાનમાં નોકરી કરતાં રાજેશભાઈ છેલ્લા ૨૫ દિવસથી બેકાર હતા. જેને લીધે માનસિક રીતે પડી ભાંગેલા રાજેશભાઈએ ગુરુવારે રાત્રે ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બીજા બનાવમાં અડાજણ ખાતેના શુભમ પેલેસમાં રહેતાં અશોકભાઈ પંડ્યા (ઉં-૪૪) કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા પરંતુ લોકડાઉન બાદ કેટરિંગનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી ડિપ્રેશનમાં રહેતા હતા.

દરમિયાન ગુરુવારે તેમણે ઘરમાં ઝેર ગટગટાવી લીધું હતું. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા. વધુ એક બનાવમાં ઉમરવાડા સ્થિત આશાનગરમાં રહેતા રવિ ચૌહાણ (ઉં-૧૮)એ ગુરુવારે ઘરમાં એસિડ ગટગટાવી લીધો હતો. તેને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર રવિનું મોત નિપજ્યું હતું. મૃતક રવિ પિતા સાથે શાકભાજીનો ધંધો કરતો હતો પરંતુ ધંધો ચાલી રહ્યો ન હોવાથી પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો.

જેને લીધે હતાશાની ગર્તામાં ધકેલાયેલા રવિએ અંતિમ પગલું ભરી લીધું હતું. અન્ય એક બનાવમાં સચિન બરફ ફેક્ટરી પાસે ગુરુકૃપા સોસાયટીમાં રહેતાં સુગ્રીવ ગોડ (ઉં-૨૦)એ ગુરુવારે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બેકાર સુગ્રીવને તેની પત્નીએ કામધંધો કરવા બાબતે ઠપકો આફતાં તેને માઠું લાગી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાના લોકડાઉન બાદ આર્થિક સંકડામણ અનુભવતા ૧૪થીવધારે રત્નકલાકારોએ આપઘાત કરી ચૂક્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/